વડગામના સલેમકોટ ગામની શાળાના પ૦ વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરી અભ્યાસ કરવા જાય છે…!!

પાલનપુર, તા.૮
સરસ્વતી નદી પસાર કરી જીવના જોખમે અભ્યાસ કરી રહેલા ૫૦ જેટલા બાળકો કેડસમાં નદીના પાણીને પસાર કરવા મજબુર છે.ત્યારે બેટીઓ પાણી પસાર કરી અભ્યાસ માટે જાય ત્યારે સરકાર ના બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન પાણીમા દેખાઈ રહ્યું છે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના સલેમકોટ ગામની સરસ્વતી સ્કૂલના ૫૦ જેટલા બાળકો સરસ્વતી નદી પાર કરી જીવના જોખમે અભ્યાસ કરવા આવે છે. સલેમકોટ આજુબાજુના પાંચ જેટલા ગામના બાળકોનું ભાવિ જોખમમાં છે. સરકારની વિકાસની ગુલબાંગો વચ્ચે બાળકો સરસ્વતી નદી પસાર કરી ૩ કિલોમીટર જોખમી રસ્તા પર ચાલી અભ્યાસ કરે છે.ત્યારે તંત્રની બલિહારો જૂઓ તો વરસાદના ૧૫ દિવસ બાદ પણ બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. વર્ષોની આ વિસ્તારમાં કોઝવેની માગણી અભરાઈએ ચડી ગઈ છે. ત્યારે બાળકો સાથે કોઈ અનહોની માટે જવાબદાર કોણસલેમકોટ શાળાના બાળકોને ભણવું છે આગળ વધવું છે પરંતુ મજબૂરી છે ભણવા જવા આવવાનો રસ્તો નથી. ૧૫ દિવસથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. અને આટલા વિસ્તારમાં બીજી કોઈ શાળા નથી. ત્યારે મજબુર બાળકો નદીમા કેડસમાં પાણીમાં રસ્તો પસાર કરી ભણવા મજબુર છે.
બાળકોને ભણાવવા મજબૂર વાલીઓ પાસે ટાઈમ ન હોવા છતાં રોજ બે ટાઈમ બાળકો ને લેવા અને મૂકવા આવવું પડે છે.આજુબાજુના ૫ ગામ ના બાળકો માટે ભણવા કોઈ વિકલ્પ નથી ત્યારે વાલીઓ આ વિસ્તારમાં જલ્દીથી કોઝવે અથવા રપટ બને એવું ઇચ્છી રહ્યા છે. સલેમકોટ શાળામાં વાસણ ભાખરી અહેમદપુરા..સેભર..વાસણા સહિતના બાળકો સલેમકોટ શાળામાં અભ્યાસ અર્થે આવે છે. કેડસમાં નદીના પાણી પસાર કરી આવતા બાળકો માટે બીજો કોઈ વિકલ્પ નથી. સતત ૧૦ દિવસ બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતુું. જો સત્વરે બાળકો માટે રસ્તાનો વિકલ્પ શોધવામાં નહીં આવેતો આ ગરીબ બાળકોનું શૈક્ષણિક ભાવિ અંધકારમય બનશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks