ઉના-ગીરગઢડા પંથકમાં વધુ ૯ ઈંચ વરસાદ ર૭ લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા

ઉના, તા. ૧૭
ગીરપંથક અને ઉના અરબી સમુદ્રના કંઠાળ વિસ્તારને મેધરાજાએ ધમરોળી નાખયા બાદ વધુ આઠ ઇંચ વરસાદ પડતા સમગ્ર ઉના-ગીરગઢડા વિસ્તાર ગામડા જળબંબાકાર બની ગયા છે. ગીરગઢડા, સોનપરા ગામે ફસાયેલા ૭ લોકો અને નાલીયા માંડવી ગામ પાસે ૨૦ લોકોને આજે રેસ્ક્યુટીમએ સલામત બચાવી લેવાયા છે. હજુ પણ ૩૦ જેટલા ગામો પાણીમાં ડૂબેલા હોય આવા ગામોની સ્થિતિ ખરાબ હોય અને સંપર્ક વિહોણા બનેલ છે.
ભારે વરસાદએ મચાવેલી તબાહીએ શહેરના વિદ્યાનગર, હુડકો, ખારાવિસ્તાર, વરસીંગપુર રોડ, પટેલ સોસાયટી, ખાણ વિસ્તાર, દુધેશ્વરપરા, પોલીસ સ્ટેશન વિસ્તાર, મેઘરાજા, આનંદ બજાર સહીતના વિસ્તારો અને કોમ્પ્લેક્ષમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા તંત્ર અને સાધનો સાથે નગરપાલીકા કામે લાગલ હતું. તો બીજી તરફ તાલુકાના વાંસોજ, નાલીયા માંડવી, તડ, પાલડી, દેલવાડા, માણેકપુર, ખત્રીવાડા, સનવાવ, વેળાકોટ, પીછવી, રેવદ, કાણકીયા, કેસરીયા, સીલોજ, નાથડ, નગડીયા, વાજડી, કંસારી, મેણ, ગુંદાળા, સૈયદરાજપર, લહેરકા, ફુલકા, માઢગામ જેવા અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ડુબેલ હોય આ પાણી નિકાલ અને લોકની પરિસ્થિતી જાણવા નાયબકલેક્ટર પ્રજાપતિએ પંચાયત બાંધકામ અને નેશનલ પંચાયતનાં તંત્રને સતત દોડતા કરેલ અને લોકોને સલામત કરી તેમને જીવન જરૂરી વસ્તુઓ ફુડ પેકેટ સાથે પહોચાડવા વ્યવસ્થા કરી હતી. ઉના તાલુકાના નાલીયા માંડવી ગામ નદીમાં ફેરવાતા દીવ-ઉના જવાનો રસ્તો બંધ થતાં દિવ ફરવા આછેલા ગુજરાત બહારના ૧૫ જેટલા યુવાનો આ પાણીના કારણે ફસાયા હતા અને તેને નાલીયા માંડવી ગામના સરપંચએ સલામત સ્થળે રાખી તંત્રને જાણ કરતાં રેસ્યુટીમ મોકલી આ ૧૫ યુવાનોને ઉના લાવવા વ્યવસ્થા કરેલ હતી. ભારે વરસાદના કારણે ૩૦ જેટલો ગ્રામિણ વિસ્તારો હાલ પાણીમાં હોય આવા ગામોમાં જવા આવવાની મુશ્કેલી હોય ઓસરતા તંત્ર ત્યાં મદદ માટે તૈયાર હોવાનું સૂત્રએ જણાવેલ છે. જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદએ બે તાલુકા ૧૩૦ જેટલા ગામોને પ્રભાવીત કરતા આ પૈકી મોટાભાગના ગામોમાં હજુ પણ પાણી ભરેલ હોવાના કારણે લોકો માટે અવર જવર કરી શકાય તેવી સ્થિતી ન હોવાનું જોવા મળે છે. બોડીદર ગામે ચંન્દ્રભાખા નદીમાં પશુઓ તણાયા હોવાથી ગામ લોકોએ બચાવવા પ્રયાસ કરેલ કાણકીયા અને ઝંઝરીયા ગામે પણ સ્થિતી ખરાબ હોય આવા ગામોમાં રાહત સામગ્રી પણ પહોચાડવી મુશ્કેલ બનેલ છે.
ઉના શહેરનાં વિદ્યાનગર, હુડકો, ખોડીયારનગર, દુધેશ્વરપરા નદી સામાકાંઠે તેમજ દલીતવાસ વિસ્તારોમાં પણ મચ્છુન્દ્રી નદીના પાણી ઘુસી જતાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરેલ છે. જ્યારે ગીરગઢડા હરમડીયા ગામ સહીત ૭૦૦ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. અને ખંઢેરા ગામે ૧ મકાન ધરાશાઇ થયેલ છે.અસરગ્રસ્ત લોકો માટે નાયબ કલેક્ટર ઉનાએ ૧૫ હજાર ફુટપેકેટની વ્યવસ્થા કરી ટીમો જુદી જુદી જગ્યાએ રવાના કરી હતી.ઉના શહેરમાં ઐતિહાસીક હીરા તળાવ ઓવરફ્લો થતાં તળાવમાંથી વ્યાપક પ્રમાણમાં માછલાઓ લોકોના ઘર સુધી પહોંચી ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks