ગાંધીનગર, તા.૨૨
વડિલની સેવા કરવી તે દરેકની અગ્રીમ ફરજ છે અને દરેક સંતાન મા-બાપનો છાંયડો સદાય તેમને મળતા રહે તેવી ઈચ્છા ધરાવતા હોય છે રાજ્ય સરકાર પણ વડિલો માટે શ્રવણી બનવા માટે સદાય તૈયાર છે અને તે માટે રાજય સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે એમ વિજય રૂપાણીએ રાજકોટ ખાતે સીનીયર સીટિઝનોને સાધન સહાય અર્પણ કરતા જણાવ્યું હતું. રાજય સરકાર છેવાડાનાં અંતિમ માનવીનાં સર્વાંગી ઉત્થાન કરવા માટે સદાય કટીબદ્ધ છે તેમ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં કોઈને બિચારા કે ઓશીયાળા જિંદગી જીવવી ન પડે તે માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે જેમાં રાહતદરે દવા મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં જેનરીક મેડિકલ સ્ટોર શરૂ કરવા ઉપરાંત વિધવા બહેનોનું પેન્શન વધારાયું, શ્રમ શ્રીવીઓને ભરપેટ ભોજન સહિતના વિવિધ આયોજનો કરાયા છે. આ કાર્યક્રમમાં ૪૫૦૦ થી વધારે બીપીએલ કેટેગરી સીનીયર સિટીઝનોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ અનુસુચિત જાતિ કલ્યાણ ખાતાની ૫૧૪ લાખનાં ખર્ચે તૈયાર થયેલ અદ્યતન આદર્શ નિવાસી શાળા કન્યા છાત્રાલય સંકુલનું અને વિકસતી જાતી કલ્યાણ ખાતાની ૫૭૬.૭૬ લાખનાં ખર્ચે નિમાણાધિન મહાત્મા ગાંધી આદર્શ નિવાસી કુમાર શાળાનાં નવા સંકુલોનું લોકાર્પણ પણ કરાયું હતું.