વડનગર તા.પં.માં ભાજપનું શાસન અંતરાબેન રાજપૂત બન્યા પ્રમુખ

(સંવાદદાતા દ્વારા) વડનગર,તા.ર૦
વડનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ તરીકે અંતર બેન હિંમત સિંહ રાજપુત ઉપ-પ્રમુખ તરીકે મંગાજી વાલાજી ઠાકોર ચુંટાયા છે.
વડનગર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી આજે યોજવામાં આવી હતી. જેમાં વડનગર તાલુકા પંચાયતના કુલ ૧૮ સભ્યો છે. જેમાં ૯ સભ્યો ભાજપના છે ૭ સભ્યો કોંગ્રેસના છે અને ૨ સભ્યો અપક્ષના છે. જેમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ પદનો ફોર્મ જમનાબેન અરવિંદજી ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે બાદરજી બાબુજી ઠાકોરે ભર્યા હતા અને જેમને ચૂંટણીમાં ૭ સભ્યોનું સમર્થન મળ્યું હતું. ભાજપના પ્રમુખ તરીકે અંતરા બેન હિંમત સિંહ રાજપુત ઉપ-પ્રમુખ તરીકે મંગાજી ઠાકોર જેમને ૧૦ સભ્યોનું સમર્થન મળ્યું હતું. આ ચૂંટણીમાં સ્ત્રી સામાન્ય સીટ હતી. જેમાં અપક્ષના બે ઉમેદવારમાંથી એક ઉમેદવાર જમનાબેન સોમાભાઈ પટેલ ગેરહાજર રહ્યા હતા. જેમાં ૧૮ સભ્યોમાંથી ૧૭ સભ્યો હાજર રહ્યા હતા અને ભાજપના ૯ સભ્યો અને અપક્ષના એક સભ્ય એમ કુલ ૧૦ સભ્યો ભાજપના પક્ષે વોટિંગ કરતાં ફરીથી વડનગર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. જેમાં મહેસાણા જિલ્લા ભાજપમાંથી અશોક ભાઈ ચૌધરી ભાજપનો મેન્ડેટ લઈને આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts