વડોદરાના મ્યુ.કમિશનર ભાદુએ નવાપુરાના રોગચાળાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
શહેરના નવા મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુએ આજે નવાપુરાનાં રોગચાળાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. કમિશ્નરે સ્થાનિક લોકોની રજુઆત સાંભળી સંબંધીત અધિકારીઓને ત્વરીત કામગીરી કરવાની સુચના આપી હતી.
શહેરનાં નવાપુરા વિસ્તારમાં દુષિત પાણીનાં કારણે દરેક ઘરમાં વ્યકિત રોગમાં સપડાયેલ છે. આ વિસ્તારમાં ત્રણ જણાંના મોત પણ નિપજ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જુની અને જર્જરીત ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનમાં ભંગાણનાં કારણે સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજનાં દુષિત પાણી આવી રહ્યાં છે. જ્યારે સેવાસદન તંત્ર દ્વારા છેલ્લાં એક સપ્તાહથી પાણીની લાઇનમાં ખામી શોધવાની કોશિષ કરવામાં આવી રહી છે. જ્યારે આજે નવા મ્યુનિ. કમિશ્નર અજય ભાદુ અધિકારીઓનાં કાફલા સાથે નવાપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. રોગચાળાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ સ્થાનિક રહીશોને સાંભળ્યા હતા. સાથે સાથે વિસ્તારનાં જવાબદાર વોર્ડ અધિકારીઓ પાસે ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનની ખામી અંગે માહિતી મેળવી વિસ્તારનાં લોકો માટે પીવાના શુદ્ધ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સુચના આપી હતી. સ્થાનિક રહીશોને પડતી મુશ્કેલીને અંગે પોતાને ડાયરેક રજુઆત કરવા જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks