ભાવનગર : વાઘાવાડી રોડ પરથી પિસ્ટલ અને ૬ કારતૂસ સાથે બેની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.ર૧
ભાવનગર જિલ્લા પોલીસ વડા દિપાંકર ત્રિવેદીની સૂચનાથી એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ મળેલી બાતમીના આધારે શહેરના વાઘાવાડી રોડ, સહકારી હાર્ટ પાસે બે શખ્સો ગેરકાયદેસર હથિયારો લઈ આવ્યા છે તે બાતમીને લઈ પોલીસે તપાસ હાથ ધરતાં, સહકારી હાર્ટ પાસે પોલીસ ગેટ ચોકીની સામે, સીટી બસ સ્ટેન્ડ પાસે બે શખ્સને ઝડપી લઈ તેની અંગઝડતી કરતા દેશી બનાવટની પિસ્ટલ એક કિંમત રૂા.રપ હજાર તથા ૬ જીવતા કારતૂસ કિંમત રૂા.૬૦૦ અને એક મોબાઈલ કિં.રૂા.પ૦૦ મળી આવ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરતાં અને બન્ને શખ્સોના નામ પૂછતા જયેશ ભાનુભાઈ ડાંગર (ઉ.વ.ર૦ રહે. ખારા વિસ્તાર, નેસડા, જિ.ભાવનગર) તથા ગોપાલ નરસી વાઘેલા (ઉ.વ.ર૩ રહે. ઉંડવી, જિ.ભાવનગર) હોવાનું ખૂલવા પામ્યું હતું. એલ.સી.બી.ના પીઆઈ લાલીવાલાએ બન્નેની વધુ પૂછપરછ કરતાં આ પિસ્ટલ અને કારતૂસ કુખ્યાત આરોપી ભૂપત નારણ આહીર(રહે. ઉડવી)ની સાથે વાત થયા મુજબ પાલિતાણાના પ્રવિણભાઈ આ પિસ્ટલ આપ્યા હોવાની કબૂલાત આપી હતી. ઝડપાયેલ બન્ને આરોપીઓને એલ.સી.બી. પોલીસે સ્થાનિક નિલમ બાગ પોલીસને સોંપી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા બન્ને આરોપીઓ કોઈ વેપારીને લૂંટી લેવાના ઈરાદે આવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks