વાગરા, તા.ર૩
ગુજરાત વિધાનસભાની ચુંટણીનું સંખનાદ વાગી ચૂક્યું છે. અને વિવિધ પક્ષો દ્વારા ગુજરાતની વિવિધ વિધાનસભા બેઠકો ઉપર ફોર્મ ભરવાની પ્રર્ક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. ગુજરાતમાં અમદાવાદની દરિયાપુર તેમજ જમાલપુર બેઠક ઉપરાંત વાંકાનેર,ભુજ,સુરત પશ્ચિમ અને ભરૂચની વાગરા બેઠક પર મુસ્લિમ મતોનું પ્રભુત્વ હોવાને કારણે અહિયાંથી મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈ આવતા હોય છે.ત્યારે આ બેઠકો ઉપર ભાજપા દ્વારા મુસ્લિમ ઉમેદવારની સામે અપક્ષો તેમજ નાના પક્ષોમાંથી મુસ્લિમોને મેદાનમાં ઉતારી લઘુમતી મતોનું વિભાજન કરી બેઠક કબજે કરવાની પેરવી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર સુલેમાન પટેલની સામે ૧૧ જેટલા મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખી તેઓને પરાસ્ત કરવાના કાવા-દાવા અત્યારથીજ શરુ કરી દેવામાં આવ્યા હોવાનું લોક જીભે ચર્ચાઈ રહ્યું છે.ભાજપે મુસ્લિમ ધારાસભ્ય મુક્ત વિધાનસભાનું નિર્માણ કરવાના સોગંધ ખાધા હોય તેમ ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ ધારાસભ્ય ન ચુંટાય તે માટે શામ દામ અને દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું સ્પસ્ટ પણે ફલિત થઇ રહ્યું છે. જોકે મુસ્લિમ સમાજ દ્વારા તમામ મતભેદોને કોરાણે મૂકીને એક સંપ થઇ મોટા પાયે મતદાન કરાયતો ભાજપની મેલી મુરાદને બર આવવાથી રોકી શકાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફોર્મ પરત ખેચવાની તારીખે કેટલા ફોર્મ પરત ખેચાય છે.તે જોવાનું રહ્યું. ત્યારબાદ અસલ ચિત્ર ઉપસી આવે તેમ છે.
૧૫૧-વાગરા વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોધાવનાર મુસ્લિમ ઉમેદવારો
૧ પઠાણ અલ્તાફખાન દાઉદખાં ( ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી )
૨ઉઘરાતદાર જાવીદભાઈ યાકુબભાઈ ( અપક્ષ )
૩ કીડીવાલા દિલાવર અબ્દુલ્લાહ (અપક્ષ)
૪ કીડીવાલા બસીર ઈસ્માઈલ ( અપક્ષ )
૫ ગુલામ સાબુવાલાવલી ( અપક્ષ)
૬ ઘાસવાલા અસરફ જાવીદ મુસાભાઈ ( અપક્ષ)
૭ પટેલ ઇમરાનહુસેન સિદ્દીક ( અપક્ષ )
૮ ભૂરા સબ્બીર વલીભાઈ ( અપક્ષ )
૯ મુસ્તાકભાઈ વલીભાઈ ( અપક્ષ )
૧૦ રાજ નસરુદ્દીન મેરુભાં ( અપક્ષ )
૧૧ સાપા યુનુસભાઈ ઈસ્માઈલ ( અપક્ષ )