Ahmedabad

રાજ્યની ૧૬ ચેકપોસ્ટ બંધ થતાં વાહનચાલકો ખુશખુશાલ જ્યારે ભ્રષ્ટાચારીઓમાં ભારે નિરાશા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
ગુજરાત સરકાર દ્વારા ગત મધરાત્રીથી રાજ્યની તમામ ૧૬ આરટીઓ ચેકપોસ્ટ બંધ કરી દેવાતા બીજા રાજ્યમાંથી ગુજરાત આવતા વાહનચાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ઠેકઠેકાણે વાહનચાલકોએ મીઠાઈઓ વહેંચી અને ફટાડકા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ આ ચેકપોસ્ટના લીધે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ અને વચેટીયાઓમાં ભારે નારાજગી જોવા મળે છે. ગુજરાત સરકારે વાહનચાલકોની મુશ્કેલી નિવારવા મહત્ત્વનું કદમ ઉઠાવ્યું છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમા પ્રવેશતા વાહનચાલકો પાસેથી કર અને માલ સંબંધિત ફી ચેકપોસ્ટ મારફત વસૂલ કરવામાં આવતી હતી. પરિણામે વાહનચાલકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પરિણામે સમય અને નાણાનો બગાડ થતો હતો. હવે કર અને ફીની ચૂકવણી પર ઓનલાઈન કરવાનું શરૂ કરી દેવાયું છે. જેનાથી વાહનચાલકોને ઘણી રાહત મળી છે. આ અંગે રાજ્યની જુદી-જુદી ચેકપોસ્ટ પરથી મળતી માહિતી અનુસાર વાહનચાલકોએ ગુજરાત સરકારના આ નિર્ણયને વધાવી લીધો છે. અને મીઠાઈઓ વહેંચી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. વાહનચાલકોનું જણાવવું છે કે ચેકપોસ્ટ બંધ થતા અમારો સમય બચશે અને ડીઝલની પણ બચત થશે. પરિણામે જે તે સ્થળે સમયસર પહોંચી શકીશું. ઉપરાંત કેટલીકવાર ચેકપોસ્ટ પર ખોટી હેરાનગતિ થતી હતી તે પણ હવે બંધ થશે અને આકરા દંડમાંથી મુક્તિ મળશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.