વાહનચોરીનો રીઢો આરોપી ઝડપાયો

અમદાવાદ, તા.૨૫
વાહન ચોરીના રીઢા આરોપીને ચોરીના બાઈક મળીને ત્રણ ટુ વ્હીલર સાથે ઝડપી પાડી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચોરીના ૩ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરના નારોલ ટર્નિંગ બ્રિજ પાસેથી આરોપી રાજેશ દશરથભાઈ શ્રીમાળી (રહે. સરણિયાવાસ, નારોલ ગામ, વટવા, અમદાવાદ)ને પકડી પાડ્યો હતો. આરોપી રાજેશ પાસેથી ૩ ટુ વ્હીલર કબજે કર્યા હતા. ચોરીના એક બાઈકથી રાજેશે ચેઈન સ્નેચિંગ પણ કરી હોવાનું કબૂલ્યું હતું તેમજ અગાઉ મર્ડરના ગુનામાં પણ સંડોવાયેલો છે તેમજ વટવા, સોલા પોલીસ સ્ટેશન તથા અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં વાહન ચોરીમાં પકડાયેલો છે. પકડાયેલા આરોપી અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલ છે ? તે સહિતના વિવિધ મુદ્દે પોલીસે તપાસ આદરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks