ગુજરાત ગેસ સર્કલ થઈને સરદાર બ્રિજ ઉપરથી અઠવાગેટ તરફ વાહનો પર પ્રતિબંધ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
સુરત શહેરના અઠવાગેટ સર્કલ અને ગુજરાત ગેસ સર્કલને જોડતા સરદારબ્રીજ ઉપર વધુ ટ્રાફિક ભારણને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાતી હોવાથી પ્રાયોગિક ઉકેલ માટે સુરત શહેરના પોલીસ કમિશનર સતીશ શર્માએ એક જાહેરનામા દ્વારા તા.૦૧/૦૭/૨૦૧૮ થી તા.૧૫/૦૭/૨૦૧૮ સુધીના સમય માટે કલાક-૧૮/૩૦ થી ૧૯/૩૦ દરમ્યાન સુરત શહેરના અડાજણ રોડ ગુજરાત ગેસ સર્કલ થઇને સરદારબ્રીજ ઉપરથી અઠવાગેટ તરફ આવતા વાહનો ઉપર હંગામી ધોરણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિકલ્પ તરીકે ગુજરત ગેસ સર્કલથી સરદારબ્રીજ ઉપર થઇ અઠવાગેટ તરફ આવનાર વાહન ચાલકો સરદારબ્રીજની જગ્યાએ ઉપરોક્ત પ્રાયોગીક અમલના તારીખ સમય દરમ્યાન વિવેકાનંદ બ્રીજ તેમજ નહેરૂ બ્રીજનો ઉપયોગ કરી શકશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks