સંઘની પાંખ દ્વારા લેખકો અને કલાકારો સાથે ચર્ચા કરવા દેશભરમાં ‘વૈચારિક કુંભ’નું આયોજન કરાશે

(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૧
આગામી મહિને દિલ્હીમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતના પ્રવચન પહેલાં સંઘ દ્વારા દેશના સાત શહેરોમાં લેખકો અને કલાકારોના સંમેલન યોજશે. જેમાં વારાણસી, અયોધ્યા, અલ્હાબાદનો સમાવેશ થાય છે.
ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ સંઘ દેશના મોટા શહેરોમાં વૈચારિક કુંભ અથવા બુદ્ધિજીવી કુંભનું આયોજન કરવા જઈ રહ્યું છે.
સંઘના વરિષ્ઠ પ્રચારક અમીરચંદ કે જેઓ સંસ્કાર ભારતનું કામ સંભાળે છે. તેમણે કહ્યું કે આ વૈચારિક કુંભ દ્વારા વિચારોના આદાન-પ્રદાન અને ઋષિઓ સાથે ચર્ચા થશે. દેશની જનતામાં હાલમાં જે મહત્ત્વના મુદ્દાઓ ટોચ પર છે. તે મુદ્દાઓ પર દેશમાં ચર્ચા થાય. સંસ્કાર ભારતી સંઘની સાંસ્કૃતિક પાંખ છે. જે આ સંમેલનો યોજી રહી છે.
સંઘના સચિવ સુરેશ ભૈયાજી જોષી કેટલાક સંમેલનોની અધ્યક્ષતા કરશે. તેઓ પાંચ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનાર વૈચારિક કુંભના અધ્યક્ષ હશે. પહેલો કુંભ સાંસ્કૃતિક કુંભ હશે. જે ફિલ્મ ઉદ્યોગને નિશાન બનાવશે. જ્યારે લખનૌ કુંભ યુવા કુંભ હશે. જ્યારે અયોધ્યામાં સમરસ્થ કુંભ યોજાશે. જે વારાણસી સમાવેશી કુંભ મહત્ત્વ સમજાવશે. જ્યારે પ્રયાગ અને અલ્હાબાદ કુંભ મેળો પર્યાવરણને સમર્પિત કરાશે. જ્યારે ડિસેમ્બરમાં સંઘ દ્વારા વૃંદાવનમાં નારી શક્તિ કુંભ યોજાશે. આયોજન સમિતિમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ, ગાયક અનુપ જલોટા, લેખક નરેન્દ્ર કોહલી, કલાકાર સોનલ માનસીંગનો સમાવેશ થાય છે. આ સમારંભમાં આધ્યાત્મિક ગુરૂઓ અને સંતો જગ્ગી વાસુદેવ પણ ભાગ લેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts