સોશિયલ મીડિયાનો દુરૂઉપયોગ ગંભીર મુદ્દો,તેના માટે રાષ્ટ્રીય નીતિ બને : વેંકૈયા નાયડુ

નવી દિલ્હી,તા.૨૦
સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ પર ચિંતા વ્યક્ત કરતા રાજ્યસભાના સભાપતિ એમ. વૈંકયા નાયડૂએ સરકાર પાસે રાજકિય દળો સહિત દરેક સાથે ચર્ચા કર્યા બાદ એક રાષ્ટ્રીય નીતિ બનાવવાનું કહ્યું જેથી આ ભયનો સામનો કરી શકાય.
તેમણે કહ્યું, હું સરકારને માત્ર તે સુચન આપી શકું કે, રાજકિય દળો સહિત દરેક હિતેચ્છુઓ સાથે ચર્ચા કરે અને તે બાદ એક રાષ્ટ્રીય નીતિ બનાવવાનો પ્રયાસ કરે કારણ કે તેની આંતરરાષ્ટ્રીય જટિલતા પણ છે. ઉપલાહમાં ઘણાં સભ્યો દ્વારા આ મુદ્દે ચિંતા વ્યક્ત કર્યા બાદ પ્રશ્નકાળ દરમિયાન તેમણે આ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ વ્યાપક, સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે. અમે એક તરફી નિષ્કર્ષ કાઢી શકીએ નહ અને સાથે જ આપણે એક તરફી કાર્યવાહી પણ કરી શકીએ નહી. હાલ સરકારે કંઇ કરવાની જરૂર છે, તેની ટીકા પણ થશે અને વિરોધ પણ અને તે બાદ તે સમયે શું તમે જે ચાલી રહ્યું છે તેને તેમ જ ચાલવાની મંજુરી આપશો? નાયડૂએ ગૃહમને આ મુદ્દે એક અલગ ચર્ચા કરવાનું સુચન કર્યું. તેમણે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને રાજકિય દળો સહિત દરેક હિતધારકો સાથે ચર્ચા કરવાનું કહ્યું. જ્યારે રવિશંકર પ્રસાદે જવાબમાં જણાવ્યું કે, હું તમારું સુચન માનું છું અને ચર્ચા કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts