(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થિ વિસર્જનની વિધિને “રાજકીટ સ્ટંટ” બનાવી “વોટબેંક”ની રાજનીતિ કરવા બદલ કોંગ્રેસે ભાજપની આકરી ટીકા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે દેશના પ્રદેશોના ભાજપ પ્રમુખોને વાજપેયીની અસ્થિ આપી અલગ-અલગ નદીઓમાં તેનું વિસર્જન કરવાનું તેમજ તાલુકા સ્તરે શોક ઠરાવ પસાર કરવાનું કહેતા કોંગ્રેસે ભાજપ અંગે ઉક્ત ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના મહાસચિવ અને બિહાર મામલાના પ્રભારી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અટલજી એક લોકપ્રિય નેતા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના મોત બદલ શોક વ્યક્ત કર્યો હતો. આપણે જ્યારે અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોનું અનુકરણ કરીશું તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. કોંગ્રેસ વાજપેયીનું સન્માન કરે છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવે દરેક મુદ્દે અથવા દરેક ઘટનામાં મતોનું રાજકારણ ન રમે. આવું કરશો તો જ અટલ બિહારી વાજપેયીને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.