National

વકફ બોર્ડની જમીનો પચાવી પાડવાનો સૌથી મોટો કારસો ઊઘાડો થયો : ભારતનું સૌથી મોટું જમીન કૌભાંડ

(એજન્સી) તા.ર૧
વિશાળ સ્તરે ફેલાયેલી વક્ફ બોર્ડની જમીનો રખેવાળો જ મુસ્લિમ ધર્માર્થ સંપત્તિઓને વેચતા પકડાયા છે. આ સંપત્તિઓમાં દરગાહથી માંડી કબ્રસ્તાન પણ સામેલ છે. એક જાણીતા મીડિયાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સંભવતઃ દેશના સૌથી મોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે. ઇસ્લામિક કાયદા હેઠળ વક્ફ ધાર્મિક અને માનવીય પ્રવૃત્તિઓ માટે એવી ધર્માર્થ દાન છે જેને અલગ ન કરી શકાય. લઘુમતી કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં વક્ફ સંપત્તિઓ જેને ઔકાફ પણ કહેવાય છે, છ લાખ એકરથી પણ વધુ ક્ષેત્રમાં ફેલાયેલી છે તેનો અંદાજિત બજાર ભાવ ૧.ર૦ લાખ કરોડ રૂપિયા છે. જાણીતા મીડિયાએ એવી સાંઠગાંઠનો ખુલાસો કર્યો છે જે બનાવટી રીતે આ વિશાળ સંસાધનોને વેચવામાં વ્યસ્ત છે. જાણીતા મીડિયાના નેટવર્કે અંડરકવર રિપોટ્‌ર્સથી તપાસ કરી કે કેવી રીતે રાજ્ય વક્ફ બોર્ડની નાક નીચે આ વ્યાપક કૌભાંડ આચરી રહ્યું છે. રાજ્ય વક્ફ બોર્ડને આવી સંપત્તિઓના રખેવાળ કહેવાય છે. જાણીતા મીડિયાએ તેની તપાસમાં સૌથી પહેલા મેરઠમાં વક્ફ મસ્જિદ અને મજારના મુતવલ્લી ઉમર અહેમદની મુલાકાત લીધી. આ મસ્જિદ અને મજારની સંપત્તિ ૩૦૬૮ પણ કહેવાય છે. યુપી સેન્ટ્રલ વક્ફ બોર્ડે કમર અહેમદને ધર્માર્થ સંપત્તિના રખેવાળ ચૂંટ્યા હતા તો તેમણે કાગળ પર કડક નિયમોનો હવાલો પણ આપ્યો હતો. જાણીતા મીડિયાની પહોંચ એવા દસ્તાવેજો સુધી છે જે મુજબ કમર અહેમદને સત્તાવાર મંજૂરી વિના સંપત્તિ વેચવા, લીઝ પર આપવા કે પુનઃનિર્માણનો કોઇ અધિકાર નથી. પરંતુ કમર જે જાતે વકીલ છે તેમણે ધાર્મિક સંપત્તિને પોતાની ખાનગી મિલકત સમજી તેને ગેરકાયદેસર પૈસા માટે અદલા બદલી શરુ કરી દીધી. જાણીતા મીડિયાના અહેવાલમાં કમર અહેમદે કહ્યું છે કે ૮૦૦ વર્ગ યાર્ડ એટલે કે ૬૮૦ વર્ગ યાર્ડ જમીનને તમારા નામે સ્થાનાંતરિત કરી શકાય છે. રિપોર્ટરે સવાલ કર્યો કે શું આ કાયદેસર રીતે થશે ? કમરે ભારપૂર્વક કહ્યું હાં તમે ઈચ્છો તો આ કાલે જ થઇ જશે. કમરે દાવો કર્યો કે તેની પાસે ૩૦૬૮ ઓકાફ માટે વેચાણ અને લીઝ રજિસ્ટ્રેશન, બંને આપવાના અધિકાર છે. અહેમદે તેની વાતને ટેકો આપવા માટે એક અનુમતિ પત્ર પણ દેખાડ્‌યો જે બનાવટી હતો. ૩૦૬૮ ઓકાફ સંપત્તિને વેચવા સંબંધિત આ મંજૂરી પત્રની એક કોપી યુપી સેન્ટ્રલ સુન્ની વક્ફ બોર્ડના સહાયક સચિવ આલે અતીકને લખનૌમાં બતાવાઇ. આલે અતીકે કહ્યું કે ગત ૩પ વર્ષોમાં આવો કોઇ લેટર બહાર પડાયો નથી. જોકે મેરઠમાં કમર અહેમદે ૬૮૦ વર્ગ યાર્ડ જમીનને ૧.૩પ કરોડમાં વેચી મારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કમર અહેમદે કહ્યું કે ડીલ મારે ત્યાં થશે, નાણાં કેશમાં આપવાના રહેશે. તેણે કહ્યું કે હું આ બધા નાણાં કાળા નાણાં તરીકે લેવા માગું છું. રેકોર્ડ પર ન દેખાવા જોઈએ.
૫રંતુ કોઇ કેરટેકર કેવી રીતે જમીન વેચી શકે ? તેના જવાબમાં તેણે કહ્યું કે તે નક્કી રુપે આવું કરી શકે છે. બસ લખનૌ બોર્ડ સુધી ભાગ પહોંચાડવો પડશે અને તેના બાદ તેની પાસે લગભગ કંઇ જ બાકી નહીં રહે. તેણે લખનૌ રપ ટકા ભાગ પહોંચાડવો પડશે.
રિપોર્ટરે જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો કે શું તેનો ભાગ વક્ફ બોર્ડને જશે ? તો કમરે કહ્યું હાં- હું બધું જ મારા નિરીક્ષકની મદદથી કરીશ. બધું યોગ્ય રીતે થશે. હું અગાઉ આવું કરી ચૂક્યો છું. આ કૌભાંડ કોઇ એક વ્યક્તિ કે એક સ્થળ સુધી મર્યાદિત નથી. સીતાપુરમાં જ્યારે મીડિયાએ પ્રોપર્ટી નંબર ૪૧૮૧ના કેટેકર ચૌધરી અબ્દુલ હમીદની મુલાકાત લીધી તો તેમણે ૪૦૦૦ વર્ગ યાર્ડ જમીનનો સોદો કર્યાની મંજૂરી આપી. હમીદે દાવો કર્યો કે વક્ફ બોર્ડની તમામ ફોર્મેલિટી હું પૂર્ણ કરીશ. રજિસ્ટ્રી કરાવીને ૯૦ વર્ષની લીઝ પણ કરાવીશું. તેને ૩.૧પ લાખ રૂપિયા પ્રતિ વિઘાના હિસાબે વેચાશે. હમીદે કહ્યું કે હું મારી સાથે સાથે વક્ફ બોર્ડનું પણ પેટ ભરીશ, નહીંતર તેઓ વાંધો ઉઠાવશે. કેટલાક લોકો તો કબ્રસ્તાનને પણ પચાવી પાડવા માગે છે. મેરઠના માલિયાનામાં એક મજારની મુલાકાત લીધી. જ્યાં ૭પ૦ વર્ગ યાર્ડ જમીન છે. જે પ્રોપર્ટી નંબર ૩૪૯૩ તરીકે ઓળખાય છે. તેના સત્તાવાર રખેવાળ હાજી અબ્દુલ સમદ છે. તેમણે હાઇવે સાથે જોડાયેલી જમીન વેચવા સહમતિ આપી. સમદ ર૦૧૩માં આ જમીનના રખેવાળ બન્યા હતા. સમદે ૯૯ વર્ષ માટે લીઝ પર આપવા સહમતિ આપી દીધી. તેણે કહ્યું કે હું આ લીઝ પર આપીશ. પછી બધુ તમારું થઇ જશે. આ ૭પ૪ વર્ગ યાર્ડ જીમન છે. જેમાં દરગાહ ૧પ૦ વર્ગ યાર્ડમાં બનેલી છે. તેના બાદ સમદે જમીન પર નિર્માણ કરવા અમુક ટિપ્સ પણ આપી હતી. સમદે કહ્યું કે મજારને પહેલા માળની જમીન નીચે રાખી શકાય છે અને તે શક્ય પણ છે. હું તેમાં મદદ કરીશ. તમામ મંજૂરી વક્ફ બોર્ડથી લાવી આપવાની જવાબદારી તેની રહેશે. તે પ્રમાણે જ નક્કી કિંમત થશે. તેણે પ્રતિયાર્ડ પપ૦૦૦ રૂપિયા કે ચાર કરોડ રૂપિયાથી વધુની માગણી કરી. જાણીતા મીડિયાએ ખુલાસો કર્યો કે ફક્ત પ્રસિદ્ધ હસ્તીઓના મજાર જ નહીં પરંતુ સાધારણ મુસ્લિમોના કબ્રસ્તાન પણ વેચાણ માટે ઉપલબ્ધ કરાવાઇ રહ્યાં છે. ગ્રેટર નોએડામાં કાસના કબ્રસ્તાનના કેરટેક સદાકત હુસૈનનું વર્તન એવું હતું કે જેમ કે મેરઠના જમીન માફિયા માટે રબર સ્ટેમ્પ તરીકે તે કામ કરી રહ્યો હોય. મેરઠના સદાકત હુસૈને કહ્યું કે હું કોરા કાગળ પણ સહી કરી શકું. હુસૈનને ઇશારો વક્ફ સોદા માટે તેમના હેન્ડલરથી મળેલા આદેશો તરફ હતો. આ મામલે શંકાસ્પદ મુખ્ય કર્તાધર્તા ઇકબાલ અહેમદ અન્સારી સાથે તેમના ઘરે વાતચીત કરાઇ તો અન્સારીએ ગ્રેટર નોએડામાં ઔકાફ પર તેમના અસલ નિયંત્રણ વિશે શેખી વધારવામાં કોઇ કસર બાકી ન રાખી. તેણે કહ્યું સંપૂર્ણ તાકાત મારી પાસે છે. હું જ સદાકત હુસૈન રબર સ્ટેમ્પ જેવો છે. તેમણે કબ્રસ્તાનની જમીન પર છૂટ આપવાની ઓફર પણ કરી હતી. તેણે કહ્યું કે પ૦૦૦ વર્ગ યાર્ડ જમીન હું તમારા માટે છોડી દઇશ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.