વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી કીટિંગયોજાઈ

(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૨૫
આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત સમિતિની કારોબારી મીટિંગ વલસાડમાં યોજાઈ હતી. વલસાડ જિલ્લા પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લાના તમામ હોદ્દેદારો આ મીટિંગમાં હાજર રહ્યા હતા. પધારેલ મહેમાન એમએલએ જીતુ ચૌધરી (કપરાડા), એમએલએ અનંત પટેલ (વાંસદા ડાંગ), વિરોધ પક્ષના નેતા ધર્મેશ પટેલ (ભોલા પટેલ), નિમેષ વશી વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ, બિપિન પટેલ, પારડી, તાલુકા પ્રમુખ, જયશ્રીબેન, ભાવનાબેન, ભાર્ગવ પટેલ, ખડું પટેલ, વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા, રમઝાન સૈયદ જનરલ સેક્રેટરી વાપી યુથ કોંગ્રેસ, રાહીલ શેખ, પ્રમુખ-લોકસરકાર ટીમ વલસાડ તથા તમામ, જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કોંગ્રેસની પાંખો યુથ, એનએસયુઆઈ મહિલા ટીમ, લોકસરકાર ટીમ અને મેહુલ શાહ, પ્રમુખ પારડી સ્પેશિયલ મીડિયા ટીમ હજાર રહ્યાં હતા. આવેલ મહેમાન શક્તિ પ્રોજેક્ટ અને જનમિત્ર પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આપી અને સંઘઠન ને દિશા સૂચન આપ્યું હતું. શક્તિ પ્રોજેક્ટના નિમાયેલા હોદ્દેદારોને સમ્માન નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks