Gujarat

વલસાડ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરથી ગામડાંઓમાં પાણી ભરાયા

વાપી, તા. ૧૬
વલસાડ જિલ્લામાં છેલ્લાં ૯ દિવસથી ભારે વરસાદને કારણે અને આહવા, ડાંગમાં તથા દમણગંગા નદી અને વલસાડથી પસાર થતી ઔરંગા નદીમાં આવેલ ભારે પૂરને કારણે અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લીધે સમગ્ર વલસાડ જિલ્લામાં, દાદરા નગરહવેલી, સેલવાસ, વાપી, ઉમરગામ, કપરાડા, ધરમપુર તથા અંદરના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. કોઝવએ પુલ પર પાણી ભરાઈ જતાં નાગરિકો સંપર્ક વિહોણા થઇ ગયા છે.
વલસાડ તાલુકાના ગામડાઓ અને વલસાડ શહેરમાં પાણી ભરાવાની અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીમાં પુર આવ્યું છે. વલસાડ જિલ્લા કલકટરે નદીઓમાં ઘોડાપૂર આવ્યા પછી તેઓએ ટ્‌વીટ કરી અને નદીકાંઠે વસતા નાગરિકો માટે સલામત જગ્યાએ જવાનું જણાવ્યું છે. તેઓએ એક એનઆરડીએફની બચાવ તથા ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરી ચાલું કરી દીધી છે. ઔરંગા નદીના કાંઠે આવેલ ભદેલી ગામમાં કમર સુધીના પાણી ઘૂસી જતાં નાગરિકો સંપર્ક વિહોણા થઇ ગયા છે. વલસાડ ધમ ચાડી પુલ વાહનો અને નાગરિકો માટે પાણી ભરાઈ જતાં બંધ કરવામાં આવ્યો છે. દમણગંગા નદી માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મધુબનડેમના ૯ દરવાજા ખોલી ૧૬૫૦૦૦ ક્યુસેક પાણી છોડતા દમણગંગા નદીપરનો અથાલ પુલ અવરજવર માટે બંધ કરાયો. મધુબનડેમના ઉપર વાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમના ૯ દરવાજા ખોલતા દમણગંગા નદીના પુલની સપાટી ૩૩ ફૂટ થતા સાવચેતીના પગલરૂપે વાહન વ્યાવહાર માટે બંધ કરાયો છે. વાપી તાલુકાના ગામો, વલસાડ તાલુકા ગામોમાં નદીના પાણી ભરાઈ જવાની સ્થિતિ થાય તેવું છે. વાપીમાં આજે ચાર ઈંચ વરસાદને કારણે પણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.