(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે લોકોમાં ભય વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના તથા તેની આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઠંડીના મોસમમાં લોકો જ્યારે પોતાના ઘરોમાં મીઠીં નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે અચાનક ૧.૮ની તીવ્રતાનું ભૂકંપ અનુભવાયો હતો. જેને કારણે ઊંઘમાંથી લોકો પોતાના ઘરમાંથી ઊઠી રસ્તા ઉપર આવી ગયા હતા. આ ભૂકંપનુ કેન્દ્ર બિંદુ વલસાડથી ૪૦ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં નોંધાયું હતું. આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ ટાઉનમાં હળવા ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો હતો. વલસાડના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે ધુર્જારી અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોને વર્ષ ર૦૦૧ની યાદ તાજા થઇ ગઇ હતી. જો કે, ગામડાઓમાં આ ભૂકંપની અસર ઓછી જોવા મળી હતી.