કોડિનાર, તા.૧
કોડિનાર તાલુકાના દેવળી ગામના પરેશકુમાર કાદુભાઈ દાહીમાના અકસ્માત મૃત્યુના કેસમાં ઉના મોટર એક્સી. ક્લેઈમ ટ્રીબ્યુનલ દ્વારા રૂા.૧પ,પર,૦૦૦/-નું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના દેવળી ગામના અપરણીત પરેશકુમાર કાદુભાઈ દાહીમા ફાઈનાન્સ કંપની કોડિનારમાં ઓફિસ બોય તરીકેની નોકરી કરતા હોઈ અને તેનું તા.૦પ-૦૪-૧પના રોજ કોડિનાર ઉના હાઈવે રોડ પર ટ્રક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત થયું હતું. આ બાબતે ગુજરનારના વારસદારોએ કોડિનારના એડવોકેટ દ્વારા ઉનાના મોટર એક્સી. ક્લેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ ક્લેઈમ કરી અકસ્માત કરનાર ટ્રક ડ્રાઈવર, માલિક અને વીમા કંપની સામે ક્લેઈમ અરજી દાખલ કરેલ. જે ક્લેઈમ ઉનાના જજ પી.જે. ડાંગરની કોર્ટમાં ચાલી જતા અરજદારે રજૂ કરેલ પુરાવા મુથુટ ફાઈનાન્સના બ્રાંચ મેેનેજર નટરવસિંહ બારડનું સોગંદનામુ તથા એડવોકેટ પ્રતાપસિંહ વી.ચાવડાની દલીલો ધ્યાને લઈ જજશ્રીએ તા.ર૩-૭-૧૮ના રોજ હુકમ કરી ગુજરનારના વારસદારોને વળતરની રકમ રૂા.૧પ,પર,૦૦૦/- પૂરા તેમજ તેના ઉપર અરજીની તારીખથી ૯ ટકા લેખે વ્યાજ તથા ખર્ચ સહિતની તમામ રકમ ચુકવવા સામાવાળાઓની સામે હુકમ કરેલ છે.