મુબંઇ,તા.૩૦
કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, ‘વંદે માતરમ્’ ગીત ગાવંુ એ પોતાની મરજીની વાત છે. જે લોકો આ ગીતને ગાવાની ના પાડે છે તેને દેશદ્રોહી નથી ગણાવી શકતા. તેમણે કહ્યું કે, જે લોકો ગાવા માંગે છે તે ગાઈ શકે છે. અને જે નથી ગાવા માંગતા તે ના ગાઈ. વધુમાં કહ્યું કે, જો કોઇ જાણી જોઈને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત રાષ્ટ્રગાનનો વિરોધ કરે છે તો તે યોગ્ય નથી, અને તે દેશના હિતમાં નથી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં શુક્રવારે વંદે માતરમ્ ગાનને લઈને વિવાદ થયો હતો. જ્યાં ભાજપના ધારાસભ્યએ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ અસિમ આઝમીએ વિરોધ એટલા માટે કર્યો હતો કે તેમણે રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં ‘વંદે માતરમ્’ ગીતને ફરજીયાત કરવાની માગનો વિરોધ કર્યો હતો.