વરાછામાં ભાજપના કાર્યાલય પર પાટીદારોનો હલ્લાબોલ : બેની અટક

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
શહેરના વરાછા હીરાબાગ નજીક ભાજપના ચૂંટણી કાર્યાલય પર હલ્લાબોલ કરનારા પાટીદારો વિરૂદ્ધ ખુદ પોલીસે ફરિયાદી બની તોફાન કરનારા ટોળા પૈકીના એક સગીર સહિત બે યુવાનોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. પોલીસે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા હીરાબાગ નજીક મંગલદીપ કોમ્પ્લેક્ષમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. વિધાનસભાની ચંૂટણીઓ નજીક આવતા વરાછાના સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પાટીદારના ગઢમાં ભાજપનો પ્રચાર કર્યો હોવાનું જાણવા મળે છે. જેના કારણે પાટીદારોનો રોષ સાતમે આસમાને પહોંચ્યો છે. આ ચંૂટણી કાર્યાલય પર રવિવારના રોજ રાત્રી દરમિયાન ફરી એકવાર પાટીદાર યુવાનોએ ભાજપ વિરૂદ્ધ દેખાવો યોજવા હલ્લાબોલ કર્યો હતો. પાટીદાર યુવાનોએ તોફાન મચાવતા બીજી તરફ યુવા કાર્યકરો પણ રોષે ભરાયા હતા અને સામસામે મારામારી થઈ હતી. વરાછા પોલીસને જાણ કરાતા શહેર પોલીસનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડતો થઈ ગયો હતો. પોલીસે જે તે સમયે હળવો લાઠીચાર્જ કરી મામલો ઠંડો પાડ્યો હતો. બીજી તરફ પોલીસ જમાદાર મનહરભાઈ અંબેલાલા પાટીદાર ટોળા વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો અને ટોળા પૈકીના એક સગીર તથા મીતુલ ચતુરભાઈ દેવાણી મળી બેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks