વારાણસીમાં મસ્જિદની જમીન ઉપર ભાજપના ધારાસભ્યે ગેરકાયદેસર કબજો મેળવવા પ્રયાસ કર્યો, કોમી તંગદિલી અને સંઘર્ષ વચ્ચે ૧૦ને ઈજા

(એજન્સી) વારાણસી, તા.૧૭
મોદીના મતવિસ્તાર વારાણસીના સિગરા વિસ્તારમાં ગઈરાત્રે બે કોમો વચ્ચે સંઘર્ષ થતાં તંગદિલી ફેલાઈ હતી. આ તંગદિલી જમીન ઉપર ગેરકાયદેસરના કબજા બાબત હતી. વારાણસીના પિંડરા મતવિસ્તારમાં ભાજપના નવા ચૂંટાયેલ ધારાસભ્ય અવધેશ સિંઘે ગેરકાયદેસર રીતે એક જમીન પચાવી પાડવા પ્રયાસ કર્યો હતો. જે જમીન મસ્જિદ માટે પ્રસ્તાવિત છે. અવધેશના સમર્થકોએ આ જમીનની ફરતે કમ્પાઉન્ડ વોલ ઊભી કરવી શરૂ કરી હતી. સ્થાનિક મુસ્લિમોને જ્યારે આની ખબર પડી તો એમણે ત્યાં પહોંચી બાંધકામનો વિરોધ કર્યો આથી બન્ને કોમો વચ્ચે વાદ-વિવાદો થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. મુસ્લિમોએ સૂત્રોચ્ચારો શરૂ કર્યા અને પોલીસ સમક્ષ માગણી કરી કે બાધંકામ રોકવામાં આવે, દરમિયાન કટ્ટરપંથીઓએ ટોળા ઉપર પથ્થરો ફેંકતા મામલો તંગ બન્યો હતો. બન્ને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થયો જેના લીધે ઓછામાં ઓછા પ૦ વ્યક્તિઓ ઘવાયા હોવાના અહેવાલો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હળવું લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેરી નાંખ્યું. પોલીસે આ વિસ્તારમાં ૧૪૪મી કલમ લાગુ કરી છે. પોલીસે કહ્યું કે આ ઘટના આકસ્મિક બની હતી એ પૂર્વ યોજિત ન હતી. આ ઘટના સાથે તણાવ વધી ગયું હતું જેનો કારણ હિન્દુઓના પવિત્ર માસ શ્રાવણના લીધે હતું. શ્રાવણના પગલે સ્થાનિક વહીવટે વિસ્તારને એલર્ટ ઉપર મૂકેલ છે. સ્થાનિકોએ જણાવ્યું કે અન્ય વિસ્તારમાંથી લોકો આવી પહોંચતા તંગદિલી વધી હતી. ધારાસભ્યએ આ જમીન ઉપર થોડા વર્ષ પહેલાં બળજબરીથી ગેરકાયદેસર કબજો કર્યો હતો. એ આ જમીન ઉપર પોતાની ગાયો બાંધી રાખતો હતો પણ ગઈ રાત્રીએ કમ્પાઉન્ડ વોલ બનાવતા તણાવ વધ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks