વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ગન લઈ આવતાં હોવાથી કેન્સાસ પ્રોફેસર બુલેટપ્રૂફ જેકેટ પહેરી આવ્યા

(એજન્સી) કેન્સાસ, તા.૧
તમે કયારે જોયું છે કે શિક્ષકો કલાસરૂમમાં બુલટેપ્રૂફ જેકેટ પહેરીને આવે ? ના તમે નહીં જોયું હોય કેમ કે આવું કયારેય પણ થતું નથી. પણ હમણાં યુનિવર્સિટી કેન્સાસના ફિલ્મ અને મીડિયાના પ્રોફેસર કેવિન વિલમોટ પટકથા લેખન કોર્સ માટે કલાસરૂમમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરીને આવ્યા હતા જેને જોઈ હાજર રહેલ વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. વિલમોટે ખુલાસો આપતાં કહ્યું કે રાજ્યના ૩૦ પબ્લિક કોલેજમાં કેન્સાસના કાયદા પ્રમાણે વિદ્યાર્થીઓને હેન્ડગન લાવવાની છૂટ મળેલી છે. જેનો વિરોધ કરવા વિલમોટ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને આવ્યા હતા. હું બુલેટપ્રૂફ જેકેટ પહેરીને આવ્યો છું. એ તમે ભૂલી જાઓ જ્યારે હું પણ ભૂલી જઈશ કે તમારી પાસે પણ રિવોલવર હોઈ શકે છે. આ પહેલાં જેવું કેન્સાસ નથી જ્યાં હું મોટો થયો છું. કેન્સાસ સાથે અકાન્સાસ, જિયોજિઆ અને બીજા રાજ્યો પણ વિદ્યાર્થીને રિવોલવર રાખવાની પરવાનગી આપવામાં આવી છે જેમાં કેલિફોર્નિયા અને દક્ષિણ કેલિફોર્નિયા જેવા ૧૬ રાજ્યોમાં રિવોલવર રાખવા પર પ્રતિબંધ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks