અમરેલી, તા.૯
અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ રાજુલામાં ૪ કલાકમાં ૪ ઈંચથી વધુ ખાબક્યો હતો.
રાજુલામાં ૪ કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ખાંભામાં અઢી ઈંચ, જાફરાબાદમાં ૩૧ મીમી, સાવરકુંડલામાં ૩૯ મીમી, વડિયામાં ર૦ મીમી, બાબરામાં ૧૧ મીમી, તથા ધારી, લાડી, લીલિયામાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો.
Facebook
0
Twitter
0