(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૭
સમગ્ર દક્ષિણ ગુજરાત પર મેઘરાજ ઓળધોળ થયા હોય તેમ ગત ચોવીસ કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસાવ્યા બાદ આજે સવારથી સુરત અને તાપી જિલ્લામાં ઉઘાડ નિકળ્યો છે. નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આજે પણ એકથી પાંચ ઈંચ વરસાદ નોદ્વધાયો છે. સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ સવારે છે વાગ્યા દરમિયાન બારડોલીમાં ૫ મીમી, ચોર્યાસીમાં ૦૦ મીમી, કામરેજમાં ૧ મીમી, મહુવામાં ૨૮ મીમી, માંડવીમાં ૦૮ મીમી, માંગરોળમાં ૦૦ મીમી, ઓલપાડમાં ૦૦ મીમી, પલસાણામાં ૨ મીમી, સુરત સિટીમાં ૦૦ મીમી અને ઉમરપાડામાં ૦૦ મીમી વરસાદ નોંધાયા બાદ ગત રાત્રિથી જ જિલ્લામાં વરસાદનું જાર ઘટયુ હતું આજે સવારે છ થી સાંજે ચાર સુધી જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.તાપી જિલ્લામાં પણ ગતરોજ ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૯૭ મીમી વરસાદ ઝીંકાયો. તે સિવાયના અન્ય તાલુકાના વરસાદ નોંધાયો નથી. આજે સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસદ નવસારી જિલ્લામાં જ નોંધાયું છે. ડાંગફલ્ડ કન્ટ્રોલ દ્વારા મળતી માહિતી મુજબ ગત સવારે ૬ થી સાંજે ૪ દરમિયાન આહવામાં ૫૬ મીમી, વઘઇમાં ૧૫૯ મીમી, સુબીરમાં ૬૨ મીમી અને સાપુતારામાં ૬૦ મીમી વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત સવારે ૬ થી સાંજે ૫ કલાક દરમિયાન વલસાડમાં ૦૮ મીમી, કપરાડામાં ૧૭ મીમી અને ધરમપુરમાં ૫ મીમી પારડીમાં ૦૫ જેટલો વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ યથાવત છે.