Ahmedabad

વરસાદના વિરામ બાદ મ્યુનિ. દ્વારા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી જારી

અમદાવાદ, તા.૧૧
શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યુધ્ધના ધોરણે સફાઈ કામગીરી આરંભી છે જેના પગલે આજે દિવસમાં ૬૭૬ ટન જેટલા માટી-કચરાનો નિકાલ કરવાની સાથે જ ૧૯૫૩ લોકોના બ્લ્ડ સ્મીયર લેવામાં આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના વિવિધ છ ઝોનમાં ૪૩ જે.સી.બી, ૨૧ બોબકેટ, ૯૯ ડમ્પર,૨૪ પાવડીવાળા ટ્રેકટર,૧૬૬ સાદા ટ્રેકટર સાથે છ ઝોનના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૬૭૬ ટન માટી કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે દરેકઝોનમાં મોબાઈલ મેડીકલ વાન દ્વારા સ્લમ વિસ્તારોમાં દર્દીઓની તપાસ કરવામાં આવી છે જેમાં નવા પશ્ચિમઝોનમાં ૧૦૧, પશ્ચિમઝોનમાં ૦૦, દક્ષિણઝોનમાં ૦૦, પૂર્વઝોનમાં ૯૦, ઉત્તરમાં ૩૫ અને મધ્યઝોનમાં ૪૨મળી કુલ ૫૩૬ ઉપરાંત દર્દીઓની તપાસ કરવામાં આવી છે.શહેરમાં ૨૭૦૬૦ કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરી ૧૪૮૦ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.૪૫૦૫૦ જેટલી કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યુ છે આ સાથે જ ૧૮૦ એકમોને નોટિસ આપી પાણીના ૧૭૯ નમુના લેવામાં આવ્યા છે.રૂપિયા ૯૦૦૫૪ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૩૫લીટર મેલેરીયા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો છે કુલ મળીને ૧૫૨૯૨ ઘરો તથા ૨૭૨૬૬ ઓરડાઓમાં આઈઆરએસની કામગીરી કરવાની સાથે૩૫૫૨૯ ઘરોમાં ફોગીંગ કરી કુલ ૧૯૫૩ લોકોના બલ્ડ સ્મીયર લેવામાં આવ્યા છે.શહેરમાં ફોગીંગની કામગીરી માટે કુલ ૨૭૪ વાનફોગ અને ૧૦ લીકો મશીનની મદદ લેવામાં આવી રહી છે.આ ઉપરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી શંકાસ્પદ મેલેરીયા તથા ડેન્ગ્યુ તાવના નમુનાઓ લેવામાં આવી રહ્યા છે.ડોર ટુ ડોરના સર્વે દરમિયાન રેપીડ ટેસ્ટ કીટ દ્વારા પણ નિદાન કરવામાં આવી રહ્યુ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.