(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
મણીશંકર ઐયરે નરેન્દ્ર મોદી માટે વાપરેલો અપશબ્દ અયોગ્ય છે. વડાપ્રધાન પદની ગરીમા જાળવવી જોઇએ. ગુજરાતમાં ભાજપ સરકાર ફરી સત્તા ઉપર આવશે તેમ આજે વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ગૌહત્યાને રોકવા માટેનો ઉપાય ઓક્સિ ટોક્સિન ઇન્જેકશન ઉપર પ્રતિબંધ મુકવો જોઇએ. આ પ્રથા બંધ થવી જોઇએ. જો ગાય દુધ દેતી હશે તો કોઇ વેચશે નહિં. આ ઇન્જેકશન આપવાથી ગાય ગર્ભવતી થતી નથી. યુવતીની છેડતી અંગે વિષ્ટારા એરલાઇન્સની ઘટના અંગે તેમણે કહ્યું કે, ઘટના નિંદનીય છે. નેશનલ વુમન આ અંગે પગલા ભરી રહી છે એરલાયન્સના સ્ટાફ સામે પગલાં ભરવા જોઇએ. બાળકોના અપહરણ અંગે તેમણે કહ્યું કે, અમે બાળકોના થતા અપહરણ સહિત બાળકોના થતા શોષણ ઉપર સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી કામ કરીએ છે. જેમાં સારો પ્રતિસાદ મળ્યો છે. બાળ અપહરણ અંગે ઝુંબેશ ચલાવવામાં આવી છે અને ૯ હજાર જેટલા બાળકોને છોડાવી તેને પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાવાના છે ? તેવા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા કહ્યું કે, આ મીડીયાએ ચલાવેલો તુક્કો છે. એવું કાંઇ છેજ નહીં.