વાપી, તા.૩૦
આજરોજ વલસાડ જિલ્લાના વાંસદા તાલુકામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ છે તેની સામે વાંસદા તાલુકામાં જનઆક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી સવારે ૧૦.૦૦ કલાકે વાંસદા મેઈન બજારમાંથી નીકળી હતી. આ રેલીમાં કોંગ્રેસના હજારો કાર્યકરો તથ નેતાગણ તથા છેલ્લા ૧પ વર્ષથી શનાભાઈ ચૌધરીને ધારાસભા બનાવીને ગાંધીનગર મોકલનારા મતદારો આદિાવસી પ્રજા પણ સ્વયંભૂ હજારોની સંખ્યા જે રીતે રેલીમાં જોડાયા તે જોઈને આવનારા દિવસોમાં ભાજપ ને આ બેઠક કોંગ્રેસ પાસેથી જીતવામાં મુશ્કેલી પડશે તેવું લાગી રહ્યું હતું.
આ રેલીમાં આદિવાસી પ્રજા ઉમટી પડી હતી. અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વલસાડ જિલ્લાની ૬ બેઠકો પૈકી ૪ બેઠકો કોંગ્રેસે મોદી વાવાઝોડા વચ્ચે પણ જીતી લાવી હતી. આ રેલી વાંસદા મેઈન બજારમાં ફરીને ‘ભાયજીભાઈ થોરાટ કોકણા હોલ’માં સભા સ્વરૂપે ફેરવાઈ ગઈ.
આ રેલીમાં માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર સુતરીયા, વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, વાપી વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ તથા વલસાડ જિલ્લા અને વિશેષ કરીને વાસના તાલુકાના અગ્રણીઓ આ જનઆક્રોશ રેલીમાં જોડાયા હતા.
આ જનઆક્રોશ રેલી હોલમાં સભા સ્વરૂપે ભરાઈ હતી. જેમાં ઉપસ્થિત માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ સુતરીયા, તથા અન્ય અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરો અને આદિવાસી પ્રજાની સાથે જે રીતે છેતરપિંડી કરીને ધારાસભ્ય પદેથી શનાભાઈ ચૌધરીએ રાજનામું આપેલ છે તે માટે તેનો જવાબ વાંસદાના કાર્યકરો અને અહીંની આદિવાસી પ્રજા જે વર્ષોથી કોંગ્રેસ સાથે છે અને રહેશે.
શનાભાઈ ચૌધરી જેવા ગદ્દારોની અમને હવે જરૂર નથી : કિશન પટેલ
વાપી, તા.૩૦
ગુજરાત ટુડેના પ્રતિનિધિએ વલસાડ જિલ્લા પ્રમુખ સામે વાત કરતાં પ્રમુખ કિશનભાઈ પટેલે જણાવ્યું કે, આ વાંસદાની સીટ ઉપર હું ધારાસભ્ય હતો. લોકસભામાં ઉમેદવારી કરતાં મેં તે શનાભાઈ ચૌધરીને આ મારી મજબૂત જીતની સીટ આપીને ર૦ હજાર મતથી તેઓને જીતાડેલ આ સીટ અમો કોંગ્રેસની મહેનતની સીટ છે જેના કારણે ૧પ વર્ષથી ૩ ટર્મથી શનાભાઈ ચૌધરી વિધાનસભા M.L.A. તરીકે બેસે છે. તેઓએ આક્રોશપૂર્ણ શબ્દોમાં જણાવ્યું કે, શનાભાઈ ચૌધરી જેવા ‘ગદ્દારોની’ અમોને હવે જરૂર નથી. શનાભાઈ સામે જો કોઈપણ કોંગ્રેસનો કાર્યકર જશે તો તેને પણ પાર્ટીમાંથી કાઢતા રાહ નહીં જોઈએ. શનાભાઈએ હાલમાં ધારાસભ્યપદેથી રાજીનામું આપેલ છે આ વાંસદા તાલુકા તથા વલસાડ જિલ્લાની આદિવાસી પ્રજા તથા નાગરિકો હંમેશા કોંગ્રેસ સાથે રહ્યા છે જેથી આવનારી ચૂંટણીમાં પોતાની હાર જોઈ ગયેલ ભાજપ સરકાર સામ, દામ, દંડ અને રૂપિયાની કોથળીઓ દામની રીતે અમારા ધારાસભ્યોને લાલચમાં ખરીદવાની રીત અજમાવે છે તે લોકશાહી માટે ખૂબ જ નુકસાનકારક છે. ભારતની લોકશાહી જેની વિશ્વમાં ખૂબ જ સરાહના થાય છે તેને તોડવાની કામગીરી ભાજપ તથા તંત્રવાહકો પોલીસની મદદથી કરી રહ્યા છે જે ઘણું શરમજનક છે.