કાશી નષ્ટ થઈ જશેઃ સરકાર દ્વારા વાસ્તુવિધાન સાથે ચેડાં : સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

વારાણસી,તા.૧૦
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાના સંસદીય મતક્ષેત્ર કાશીને ક્યોટો બનાવવાની વાત કરી ત્યારે કાશીને સારી રીતે ઓળખતા અને સમજતા લોકોના મનમાં એ સવાલ વારંવાર ઊભો થઇ રહ્યો છે કે ઐતિહાસિક નગરી કાશીને ક્યોટો બનાવવાની હિલચાલથી તેની પ્રાચીનતા અને તેના વાસ્તુવિધાન સાથે ચેડાં થશે અને કાશીથી પરિચિત એવા લોકોનું કહેવું છે કે તેના દ્વારા કાશીનાં પ૦ મંદિર પર ખતરો ઊભો થયો છે. કાશીનાં પ્રાચીન મંદિરો, દેવ વિગ્રહોના રક્ષણ માટે આંદોલન કરી રહેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ૧ર દિવસના ઉપવાસ પર બેઠા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે કાશીનું વાસ્તુવિધાન એવું છે કે જેને ભગવાન શિવે મૂર્તસ્વરૂપ આપ્યું હતું. આ સંજોગોમાં કાશી વિશ્વનાથ કોરિડોર ઊભો કરવાના સરકારના અભિયાનમાં અનેક પૌરાણિક મંદિરો અને દેવ વિગ્રહોનો ધ્વંસ કરવા સાથે સમગ્ર કાશી નષ્ટ પામશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે પક્કા મહાલ જ કાશીનું મન, મસ્તક અને હૃદય છે. પક્કા મહાલ એવા વાસ્તુવિધાન સાથે બનેલું છે, જેને સ્વયં ભગવાન શિવે મૂર્તસ્વરૂપ આપ્યું છે. તેના નષ્ટ થવાથી સમગ્ર કાશી નષ્ટ થવાનો ખતરો છે. તેના કારણે સવાસો કરોડ દેશવાસીઓની આસ્થાનો પ્રશ્ન ઊભો થયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks