હૈદરાબાદ, તા.૨૯
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જન્મભૂમિ મામલે આગામી જાન્યુઆરી ૨૦૧૯માં સુનાવણી ટાળી છે. ત્યારે આ મામલે એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ જણાવ્યું હતું કે, કોર્ટના નિર્ણય સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જે યોગ્ય નથી. સરકાર વટહુકમની વાતો કરે છે. ૫૬ ઈંચની છાતી હોય તો મંદિર મામલે વટહુકમ લાવીને બતાવો. વટહુકમના નામે ડરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઓવૈસીએ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ પર નિશાન સાધ્યું હતું.