
(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૬
ધોળકાના વૌઠાના રાઘુભાઈ વશરામભાઈ ભરવાડે ધોળકા રૂરલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે હું ભેંસો ચરાવીને સીમમાંથી ઘરે આવેલો અને મારા ઘરે હતો તે વખતે આશરે ચારેક વાગ્યાના સુમારે હું તથા મારો ભાઈ કાશીભાઈ તથા મારો દીકરો પ્રવિણભાઈ તથા અમારા કુટુંબના માણસો ઘરે હાજર હતા. આ વખતે અમારા મહોલ્લામાં રહેતા બચુભાઈ કમાભાઈ, વિક્રમભાઈ કમાભાઈ, સાદુભાઈ કમાભાઈ, વજુભાઈ કમાભાઈ, ભગાભાઈ કમાભાઈ, અજીતભાઈ મકાનભાઈ, કિશનભાઈ બચુભાઈ, વનરાજભાઈ વજુભાઈ, મેલાભાઈ મકનભાઈ તમામ જાતે ભરવાડ અમારા ઘર આગળ આવેલા કહેવા લાગેલા કે, તમોએ રસ્તામાં કેમ બાથરૂમ બનાવેલ છે ? તેમ કહેતા મે જણાવેલ કે, મે કોઈ રસ્તામાં બાથરૂમ બનાવેલ નથી તેમ કહેતા આ તમામ ભરવાડો મારા ઉપર ઉશ્કેરાઈ ગયેલા અને બચુભાઈ કમાભાઈ હાથમાં લાકડી લઈને તથા વિક્રમભાઈ કમાભાઈ હાથમાં લાકડી લઈને આવેલા અને મને બચુભાઈ કમાભાઈએ હાથની લાકડી માથામાં મારેલી અને વિક્રમભાઈ કમાભાઈએ મને લોખંડની પાઈપ જમણા હાથે મારી અને સાદુભાઈએ મને જમણા હાથ પર લાકડી મારી જેથી મે બૂમાબૂમ કરતા, મારો ભાઈ કાશીભાઈ તથા મારો દીકરો પ્રવિણભાઈ બંને જણા દોડતા આવેલા અને મને બચાવવા જતા મારા ભાઈ કાશીભાઈને વજુભાઈ કમાભાઈએ માથામાં લાકડી મારેલી અને મેલાભાઈ મકનભાઈએ ખભા પર લાકડી મારેલી અને ભગાભાઈ કમાભાઈએ ગડદાપાટું માર મારવા લાગેલા. તેવામાં મારો દીકરો પ્રવિણભાઈ વચ્ચે પડતા અજીતભાઈ મકનભાઈ, કિશનભાઈ બચુભાઈ ભરવાડ તથા વનરાજભાઈ વજુભાઈ મારા દીકરાને તથા અમોને લાકડીઓથી માર મારતા હોય, જેથી અમોએ બૂમાબૂમ કરતા અમારા કુટુંબના ભરતભાઈ ગંધુભાઈ ભરવાડ તથા ભાણાભાઈ સાદુભાઈ ભરવાડ તથા રણછોડભાઈ હોથીભાઈ તથા વલુભાઈ રૂડાભાઈ ભરવાડ તથા મારી પત્ની રાજુબેન તથા મારા ભાઈની પત્ની લીલાબેન દોડતા વચ્ચે આવેલા અને અમો ત્રણેયને વધુ મારમાંથી છોડાવેલા અને મને માથાના ભાગે લાકડી વાગવાથી માથામાંથી લોહી નીકળવા લાગેલ તેમજ મારા ભાઈને માથાના ભાગે તથા ખભાને ભાગે લાકડીઓ વાગતા ઈજા થયેલ અને મારા દીકરા પ્રવિણભાઈને પણ ઈજાઓ થયેલ હોય જેથી અમારા કુટુંબના સગરામભાઈ કવાભાઈ ભરવાડે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા, ગાડી આવી જતા તેમાં મને તથા મારા ભાઈ તેમજ મારા દીકરાને બેસાડીને અમારા કુટુંબના વિરાભાઈ વશરામભાઈ ભરવાડ તથા લખાભાઈ ગગજીભાઈએનાઓ અમોને બેસાડી વૌઠાથી ધોળકા કલિકુંડ પાશ્વનાથ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ છે અને અમો ત્રણેય જણાને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરેલ છે.