National

બેંગ્લુરૂ એર શૉ-માં રાફેલ વિમાન ભાગ નહીં લે : વાયુસેના ઉપપ્રમુખ

(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧
વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ આર.કે. સિંહ ભદોરિયાએ કહ્યું હતું કે, વિવાદાસ્પદ રાફેલ ફાઇટર જેટ્‌સ ફેબ્રુઆરીમાં થનારા બેંગલુરૂ એર શોમાં ઉડાન ભરવા માટે હજી તૈયાર નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભારત માટે નવા રાફેલ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર નહીં થાય. અમે આશા રાખીએ છીએ કે ૨૦થી ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન થનારા એર ઇન્ડિયા શોમાં કેટલાક રાફેલ ઉડાન ભરશે.”
ફ્રાન્સીસી એયરરોસ્પેસ મેજર (ડેસોલ્ટ એવિએશન) સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતીય વાયુસેનાને ઉડાનની હાલતમાં ૩૬ રાફેલ વિમાન આપવા તૈયાર છે. વાયુસેનાના ૫ દિવસીય દ્વિવાર્ષિક કાર્યક્રમની ૧૨મો સંસ્કરણ શહેરના ઉત્તરીય ક્ષેત્ર ભારતીય વાયુસેનાના યેહલંકા બેસ ઉપર આયોજન કરવામાં આવશે.
ભદોરિયાએ કહ્યું કે, “અમને આશા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરશે. જ્યારે રક્ષામંત્રી સાથે આ અંગે ફોન ઉપર વાતચીત થશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) આ શોમાં આયોજિત કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવશે. અનેક વર્ષોથી એચએએલ જ આ આયોજનની મેજબાની કરી રહ્યું છે.