National

LOC પાર ભારતની મોટી કાર્યવાહી, બોલિવૂડ કલાકારો અને ખેલાડીઓએ ભારતીય વાયુસેનાને કરી સેલ્યુટ

(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૬
જમ્મુ-કાશ્મીરના પુલવામા ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલાનો ભારતે બદલો લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય વાયુસેનાના જવાનોએ એલઓસીના પાર જઈને આતંકી કેમ્પ પર હુમલો કર્યો અને તેમના અનેક આતંકવાદી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે. આ સમાચાર પછી બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ સહિત પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરએ ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. ભારતની આ જવાબી કાર્યવાહીની સંપૂર્ણ દેશ પ્રશંસા કરી રહ્યો છે. બોલિવૂડની લગભગ તમામ મોટી પ્રશંસા કરતા પોતાનું રિએક્શન આપી રહ્યા છે.
અભિનેતા અક્ષય કુમારે લખ્યું કે, તેમને આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરનાર ભારતીય વાયુસેના પર ગર્વ છે. તેમણે આગળ લખ્યું કે, અંદર ઘૂસીને મારો, હવે વધુ ચૂપ રહેવું નથી. વિરેન્દ્ર સેહવાગે લખ્યું, ‘‘યુવકોએ ખરેખર સારું પ્રદર્શન કર્યું, સુધરી જાવ, નહીંતર સુધારી દઈશું. એર સ્ટ્રાઈક’’ ત્યાં ગૌતમ ગંભીરે લખ્યું, ‘‘જય હિન્દ, ઈન્ડિયા એર સ્ટ્રાઈક, એકવાર ફરીથી એક સ્ટ્રાઈક’
જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલાના ૧ર દિવસ પછી ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મોટી કાર્યવાહીના સમાચાર આવ્યા છે.
સમાચાર મુજબ ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને ૧ર મિરાજ વિમાનોની મદદથી જૈશના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. જાણકારી મુજબ ભારતીય વાયુસેનાએ ૧૦૦૦ કિલો બોમ્બ ફેંક્યા છે. વાયુસેનાએ બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં જોરદાર બોમ્બમારો કરી આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. આ હુમલો સવારે ૩ઃ૩૦ વાગે કરવામાં આવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.