ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી કે ૧૯૭૮માં વિલ્લુપુરમમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા ૧૨ દલિતોને સામાજિક ન્યાય શહીદ જાહેર કરવામાં આવે
(એજન્સી) વિલ્લુપુરમ, તા.૩૦
વિલ્લુપુરમના સાંસદ અને VCKના મહાસચિવ ડી રવિકુમારે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પાસે માંગ કરી કે તેઓ અનુસૂચિત જાતિના ૧૨ સભ્યો, જે ફેરિયા અને મજૂર હતા અને ૧૯૭૮માં વિલ્લુપુરમમાં થયેલી જાતિ હિંસામાં મૃત્યુ પામ્યા હતા, તેમને શહીદ તરીકે માન્યતા આપે. રવિકુમારે એ ગોવિંદસ્વામીના સ્મારક અને MBC માટે અનામતના વિરોધમાં મૃત્યુ પામેલા ૨૧ વન્નિયર જાતિના પુરૂષો માટે સ્મારક હોલ, રૂા.૪૧૦ કરોડના ૧૦ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત માટે સ્ટાલિનનો આભાર માન્યો, જેમાં વિલ્લુપુરમ જિલ્લાના ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગ -નંદન કેનાલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી કે ૧૯૭૮માં વિલ્લુપુરમમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા ૧૨ દલિતોને સામાજિક ન્યાય શહીદ જાહેર કરવામાં આવે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘દલિત લોકો અને આંદોલનો વન્નિયર અનામત વિરોધના ૨૧ શહીદોના સ્મારકની વિરૂદ્ધ નથી. તે જ સમયે, અમે એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ૧૯૭૮રની હિંસામાં મૃત્યુ પામેલા દલિતોને માન્યતા આપે જેથી આ ભૂમિના ઇતિહાસમાં અનુસૂચિત જાતિના સભ્યોની અધિકૃત ભાગીદારીનો દાવો કરી શકાય. વધુમાં, ઘટનામાં બચી ગયેલા દલિતો હજુ પણ વિલ્લુપુરમના બજાર વિસ્તારમાં કોઈ વ્યવસાય ધરાવી શકતા નથી.’