(એજન્સી) તૂતીકોરિન, તા.ર૧
તૂતીકોરિનમાં ધાતુ ઓગાળવા માટેના તાંબાના યંત્રના સ્ટોરેજ ટેન્કમાંથી સલ્ફયુરિક એસિડ લીક થયા બાદ બુધવારે વેદાંતાએ કહ્યું કે, એસિડ લીક થવાને કારણે તામિલનાડુમાં તેના ગંભીર અને નિષ્ક્રિય પર્યાવરણીય પરિણામો આવી શકે છે. તૂતીકોરિનના જિલ્લા વહિવટી અધિકારીએ રવિવારે જણાવ્યું કે, આ લીકેજ સામાન્ય થતું અને આ અંગે સુરક્ષિત પગલાંઓ ભરીને સ્ટોરેજ ટેંકને ખાલી કરવામાં આવશે. કંપનીએ મદ્રાસની હાઈકોર્ટમાં કહ્યું કે, “પાઈપની કિનારીઓમાંથી ઝડપથી લીકેજ થઈ રહ્યું છે અને આ એસિડ સ્ટોરેજ ટેન્કમાં રહેલું છે કે જેની આસપાસ લાંબી અને ઊંચી દીવાલો છે.” વેદાંતા લંડન લિસ્ટેડ વેદાંતા રિસોર્સની ભારતીય સબસિડી છે. કંપનીએ કહ્યું કે, તેણે મર્યાદિત વીજ પુરવઠાની માંગણી કરી છે. આ માંગણી જીવના જોખમ અને હવા તેમજ ભૂગર્ભ જળને થતાં નુકસાનને ટાળવા માટે કરવામાં આવી છે. ગંભીર જોખમ હોવાનું કારણ એ છે કે પ્લાન્ટના વિસ્તારમાં હજુ પણ જવલનશીલ રસાયણોથી ભરેલી ટેન્કો છે. પરંતુ જિલ્લાના ટોચના વહીવટી અધિકારી સંદીપ નંદુરીએ કહ્યું કે, “આ લીકેજ સામાન્ય છે, પરંતુ અમે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સલ્ફયુરિક એસિડ ભરેલી ટેન્કોને ખાલી કરાવી રહ્યા છીએ. જો કે, તામિલનાડુ સરકારે આ પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે અને ગત મહિનાથી અહિંયા વીજ પુરવઠો આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે.