વીરભદ્ર સિંહનો બળવો : કોંગ્રેસની તાજી કટોકટીના ૧૦ મુદ્દાઓ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ માટે નવી મુસીબત ખડી થઈ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુખવિન્દર સિંહ સુખ સાથેની મુખ્યમંત્રી વિરભદ્રની લડાઈમાં પાર્ટીના ૩૬ ધારાસભ્યોમાંથી ૨૭ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિરભદ્રસિંહને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. વિરભદ્ર સિંહે ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હોવાથી ધારાસભ્યોએ સોનિયા ગાંધીના હસ્તક્ષેપની માંગણી કરી છે. ધારાસભ્યોએ કહ્યું કે જો વિરભદ્ર ચૂંટણી નહી લડે તો અમે પણ ચૂંટણી લડવાના નથી. પંજાબમાં પણ આવું જ થયું હતું ત્યારે પણ કોંગ્રેસ નેતાગીરી મુખ્યમઁત્રી કેપ્ટન અમરિન્દરસિંહની માંગણીએ ઝૂકી ગઈ હતી.
૧૦ મુદ્દાઓ
૧. વિરભદ્ર સિંહ એક કોર્ટ કેસ બાબતમાં દિલ્હી આવ્યાં છે જ્યાં તેઓ સોનિયા ગાંધીને મળે તેવી સંભાવના છે. તેઓ રાજ્યની બાબતમાં છૂટો દોર લેવા માંગે છે હજુ સુધી વિરભદ્રને સોનિયા સાથેની મુલાકાતની મંજૂરી આપવામાં આવી નથી.
૨. છ વારના મુખ્યમંત્રીએ સોનિયા ગાંધીએ ગત અઠવાડિયે પત્ર લખીને સુખવિંદર સિંહ સુખુની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે જો પ્રદેશ અધ્યક્ષ તરીકે સુખુને હટાવવામાં નહી ંઆવે તો તેઓ ચૂંટણી લડશે નહીં. સીનિયર નેતા આશા કુમારીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી તેમની માગ છે.
૩. કોંગ્રેસ મોવડીમંડળ આ અંગે વિભાજીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક બાજુ પાર્ટીના ટોચના નેતાઓ સુખુને પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા માંગે છે તો બીજી બાજુ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોર્વેથી પરત આવે તે પછી આ સંંબંધિત કોઈ નિર્ણય લેવામાં આવશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું.
૪. પાર્ટીના ૩૬ ધારાસભ્યોમાંથી ૨૭ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિરભદ્રસિંહને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. વિરભદ્ર સિંહે ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી.
૫. ધારાસભ્યોએ સોનિયા ગાંધીના હસ્તક્ષેપની માંગણી કરી છે. ધારાસભ્યોએ કહ્યું કે જો વિરભદ્ર ચૂંટણી નહી લડે તો અમે પણ ચૂંટણી લડવાના નથી.
૬. ટીમ વિરભદ્રની એવી ઈચ્છા છે જેવી રીતે પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહે પ્રતાપ સિંહ બાજવાની સામે શિંગડા ભેરવીને તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકે દૂર કર્યાં હતા તેવી જ રીતે સુખુને પણ હટાવવામાં આવે.
૭. પાંચ વર્ષ પહેલા થયેલી ચૂંટણીમાં વિરભદ્રે કોંગ્રેસને શાનદાર જીત અપાવી હતી. ભાજપના હાથમાંથી હિમાચલને આંચકી લીધું હતું.
૮. ત્યારે પણ વિરભદ્રે પ્રદેશ અધ્યક્ષ અને સંભવિત મુખ્યમંત્રી તરીકે પોતાનું નામ જાહેર કરવા માટે દબાણ-પ્રયુક્તિ વાપરી હતી.
૯. ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોર્વેથી પરત આવે તે પછી આ સંંબંધિત કોઈ નિર્ણય લેવામાં આવશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું. રાહુલ ગાંધી હાલમાં નોર્વેના પ્રવાસે છે. તેઓ ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરે તેવી સંભાવના છે.
૧૦. ચાલુ વર્ષના અંતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ૨૦૧૨ માં કોંગ્રેસ રાજ્યની ૬૮ બેઠકોમાંથી ૩૬ બેઠકો જીતી હતી. ૨૬ બેઠકો પર ભાજપની જીત થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks