વેપાર બંધ કરવા દબાણ કરાતાં, મીટ વેપારીઓનો આજીવિકા માટે સંઘર્ષ

(એજન્સી) તા.૧પ
પોલીસ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતાં કંટાળેલા નાના નાના મીટ વેપારીઓ, માછીમારો, ટેમ્પો ડ્રાઇવરો જે મીટનું ટ્રાન્સપોર્ટેશન કરે છે, નાની ડેરીઓ, ખેડૂતો, ઢાબાના માલિકો મંગળવારે એકસાથે જાહેર સુનાવણીમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમનું દુઃખ અને આપવીતી વર્ણવી હતી. તેમણે કહ્યું કે સતત મીટનો વેપાર બંધ કરી દેવાનું દબાણ તેમની આજીવિકા પર જોખમ ઊભું કરી રહ્યું છે. સેવ એન્વાયરોમેન્ટ એન્ડ હ્યુમન રાઇટ્‌સ સંગઠન (એસઇએચઆર) દ્વારા દેશના રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એક જાહેર સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોલેન્ટરી ગ્રુપ ઓફ યુનિવર્સિટી ટીચર, વકીલો, સ્ટુડન્ટ્‌સ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ જાહેર સુનાવણીનું આયોજન કરવાનું હેતુ ફક્ત એટલું જ છે કે જેથી બળજબરીપૂર્વક જે લોકો પર મીટનો વેપાર બંધ કરી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, કથિત ગૌરક્ષકો દ્વારા જે રીતે હુમલા કરવામાં આવી રહ્યાં છે અને જે રીતે ઢાબા તથા રેસ્ટોરાંમાં મીટ રાંધવા પર પ્રતિબંધ મૂકવાની માગણીઓ કરવામાં આવી રહી છે તેને જોતાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં લોકોની આજીવિકા ભયના ઓથારે આવી ગઇ છે. આ જાહેર સભામાં એક જ્યુરીને પણ બોલાવાઇ હતી જેમાં દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત જજ એ.પી. શાહ, સીપીઆ્રૂએમ)ના પોલિતબ્યૂરી મેમ્બર સુભાષિની અલી અને પ્રસિદ્ધ પત્રકાર સબા નકવી સાથે વકીલ સુરુર મંદાર પણ જાહેર સુનાવણીમાં જોડાયા હતા. અહીં મીટના વેપારીઓ અને ખેડૂતોએ તેમની સંપૂર્ણ આપવીતી જણાવી હતી અને તેમના પર જે રીતે હુમલા થઇ રહ્યાં છે તેની પણ વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ કારણોસર જ તેમની આવકમાં મોટો ઘટાડો થયો છે અને આજીવિકા પર જોખમ તોળાઇ રહ્યું છે. મોહમ્મદ સલમાન એક હોટલનો માલિક છે. તેણે કહ્યું કે મેં લગભગ દોઢ વર્ષ અગાઉ હોટલ શરૂ કરી હતી ત્યાં કોઇ હેરાનગતિ નહોતી. પરંતુ છેલ્લે યોગી સરકાર આવી ગયા બાદથી પોલીસ તમામ લોકોને આવી રીતે હેરાનગતિ કરે છે અને પોતાનો ધંધો વેપાર કે બિઝનેસ બંધ કરવા દબાણ કરે છે. તેઓ મીટ વેચવા માટેના લાયસન્સની માગણી કરે છે. જે અમને સરકારો દ્વારા ઘણાં વર્ષોથી આપવામાં જ આવ્યું નથી તો અમે લાયસન્સ ક્યાંથી લાવીએ. જુબૈદ બિરયાનીની દુકાન ચલાવે છે. તે કહે છે કે તેની પણ આવી જ ફરિયાદ છે. જ્યારથી ભાજપ સરકાર આવી છે મીટ વેચવું મુશ્કેલ થઇ ગયું છે અને જે તેની બાજુમાં વેજીટેબલ વસ્તુઓ જેવી કે ચાટ, પકોડી જેવી વસ્તુઓ વેચે છે. તેમને તો કોઇ હેરાનગતિ કરવામાં આવતી નથી. જોકે દરમિયાન નિવૃત્ત જજ શાહે આ દરમિયાન તમામ લોકોને આ સમસ્યાઓના ઉકેલ જણાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks