વેપારી પર હુમલો કરનાર મુખ્ય આરોપી સાથેના અન્ય ત્રણની ધરપકડ

અમરેલી, તા. ૨૩
અમરેલીના હીરામોતી ચોકમાં એક મહિના પેહલા વેપારીની દુકાન સામે કાર પાર્ક કરવા બાબતે વેપારીને માર મારવાનો બનાવ બનેલ જે અંગેનો મુખ્ય આરોપી પકડાઈ ગયા બાદ તે કેસના અન્ય ૩ આરોપી નાસ્તા ફરતા હોઈ જે ત્રણેય આરોપીઓને સિટી પોલીસે પકડી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન ના મંજૂર કરતા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના સીટી પોલીસમાં ગત ૨૪ જુલાઈના રોજ હીરામોતી ચોકમાં વેપારીને મારમારવાનો બનાવ બનેલ જેમાં મુખ્ય આરોપી રાજેન્દ્ર ધાખડા અને તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સહિત ચાર સામે ગુનો નોંધાયો હતો. જે કેસના મુખ્ય આરોપી રાજેંદ્ર ધાંખડાને પોલીસે સાત દિવસ પહેલા પકડી પાડ્યો હતો અને તે આગોતરા જામીન મેળવી છૂટી ગયેલ હતો.
તે બાબતે અમરેલીના એસપી નિર્લિપ્ત રાય દ્વારા આ કેસના અન્ય ૩ આરોપીઓ પકડવાના બાકી હોઈ જેથી પીએસઆઇ એ રિમાન્ડ ના માંગતા મુખ્ય આરોપી છૂટી ગયેલ અને તેથી એસપી સામે પીએસઆઇ ગોસાઇએ પોતે સસ્પેન્ડ થવાની બીકે એસપી સામે મારમારવાનું નાટક રચી છટકબારી શોધી હતી પરંતુ એસપી સામે ખોટા આક્ષેપ કરવા છતાં વેપારીને મારવાના બનાવના કેસના પકડવાના ૩ આરોપીઓને પકડી પાડવા કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેથી ગઈકાલે આ કેસના ભાગતા આરોપી (૧)દિલસાવરસિંહ ઉર્ફે દિલીપસિંહ ઉદેસિંહ પરમાર ઉવ-૬૦ રહે.ચિતલ રોડ લૉસ્ટલ સોસાયટી તેમજ (૨) શિવરાજ મનુભાઈ વાળા ઉવ-૩૫ રહે. કાઠમાં અને (૩) જયરાજભાઇ રાણીગભાઇ વાળા ઉવ-૨૬ રહે ખડ ખંભાળિયા વાળની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન ના મંજર કરતા ત્રણેય આરોપીઓ જેલ હવાલે થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks