વરાછાના વેપારી સાથે રાજકોટના બે વેપારીએ કરી ૧૭.૭૪ લાખની ઠગાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૯
શહેરના વરાછામાં ગોકુલ ટેલીવિઝન શો-રૂમ ચાલુ કરવાના નામે રાજકોટના બે વ્યકિતએ શાંતિકૃપા સેલ્સ અને ટોક એન્ડ ટાઈમમાંથી ફ્રીજ, ટીવી, એસી, વોટર કુલરની જથ્થાબંધ ખરીદી કરી રૂ. ૧૭.૭૪ લાખનું પેમેન્ટ ન ચુકવી ઠગાઇ અને વિશ્વાસઘાત કર્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નાનપુરાના વિસ્તારના શંખેશ્વર કોમ્પ્લેક્ષની બાજુમાં શાંતિકૃપા સેલ્સ અને ટોક એન્ડ ટાઈમની ઓફિસ આવેલી છે.જેના માલિક રાહુલ ઉદયકુમાર શાહ છે.જેમણે આરોપી હરેશ માલવિયા (રહે. રોયલ બિલ્ડિંગ ગજેરા સર્કલ, મોટા વરાછા), હરસુખ ભીખુભાઈ ભાયાણી (રહે. શ્રીજી રો- હાઉસ, જાખા રોડ, વાવ) વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ફરિયાદીની ઓફિસે આવી જેતપુર ખાતે સારૂ નામ ધરાવતી મોટાભાઈની ગોકુલ ટેલીવિઝનની શાખા સુરતના વરાછા વિસ્તારમાં ચાલુ કરી છે. જેથી ફરિયાદીને ત્યાંથી ઈલેકટ્રોનિક્સ સામાન ખરીદવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં નિયમિત પેમેન્ટ ચૂકવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ મેળવી શાંતિકૃપા સેલ્સમાંથી ૬૯ ફ્રિઝ,૨૦ એલઈડી ટીવી, ટોક એન્ડ ટાઈમમાંથી ૨૨ એસી, આઠ વોટર કુલરની ખરીદી કર્યા બાદ કુલ રૂા.૧૭,૭૪,૮૨૬નું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks