સુરેન્દ્રનગર,તા.૩૦
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા ખૂબ નબળી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના વાગડીયામાં આજે અજાણ્યા યુવાન દ્વારા વેપારી ઉપર ફાયરિંગ કરવામાં આવતા વેપારીને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા આ યુવાન દ્વારા વેપારી પાસે ખંડણીની રકમ માગવામાં આવી હતી ત્યારે આ રકમ આપવાની વેપારી દ્વારા ના પાડવામાં આવતા આ અજાણ્યા યુવાનને વેપારી સામે પિસ્તોલ કાઢીને ફાયરિંગ કરવામાં આવતા વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.