વેરાવળમાં યુવક કોંગ્રેસે ‘વિકાસ ગાંડો થયો છે’ના બેનરો લગાડતાં ચકચાર

(સંવાદદાતા દ્વારા) વેરાવળ,તા.પ
થોડા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં પ્રખ્યાત થયેલ વિકાસ ગાંડો થયાની વાત હવે શહેરીની સમસ્યા અને સ્થાનિક મુદ્દાઓને લઈ વિરોધનું પ્રતીક બનતો હોય તેવું લાગી રહેલ છે અને વેરાવળ-સોમનાથમાં પંદરથી વધુ સ્થળોએ જાહેરમાં ગીર-સોમનાથ યુથ કોંગ્રેસે બેનરો લગાવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.
તાજેતરમાં સૌરાષ્ટ્રના ધોરાજીમાં સમસ્યાઓને લઈ વિકાસ ગાંડો થયાના બેનરો લાગેલ હતા ત્યારબાદ વેરાવળ-સોમનાથ શહેરના પંદરથી વધુ સ્થળોએ જાહેરમાં ગીર-સોમનાથ યુથ કોંગ્રેસે બેનરો લગાવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનેલ છે. વેરાવળની સમસ્યાઓ અંગે સત્તાધારી ભાજપના વિકાસની વાતો સામે ગીર-સોમનાથ યુથ કોંગ્રેસે દરિયાઈ એરપોર્ટ, વાહન ધીમે હાંકો, વેરાવળનો વિકાસ ગાંડો થયો છે, વિકાસ ભુરાયો થયો રે… સહિત વિવિધ કામો અને સમસ્યાઓ અંગે વિકાસ ગાંડો થયાના બેનરો શહેરના હાર્દસમા ટાવર ચોક, બસ સ્ટેન્ડ, રિંગરોડ, સિવિલ હોસ્પિટલ, મોટી શાકમાર્કેટ, રેયોન ફેક્ટરી સામે, રેલવે સ્ટેશન, બંદર અને પ્રભાસ પાટણના ભીડભાળવાળા વિસ્તારોમાં રાતોરાત બેનરો લગાવતા સવારે કામકાજ અર્થે બહાર નીકળતા શહેરીજનો વિકાસના બેનરો નિહાળી ચોકી ઉઠવાની સાથે અનેક ચર્ચાઓ કરતા નજરે પડી રહેલ હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks