વેરાવળ-સોમનાથ શહેરમાં ચાર કલાકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો

વેરાવળ,તા.૧૭
વેરાવળ-સોમનાથ શહેરમાં આજે વ્હેલી સવારે ચાર વાગ્યા થી એક ઘારો વરસાદ વરસી જતા ચાર કલાકમાં છ ઇચ જેવો વરસાદ પડી જતા શહેર જળબંબાકારમાં ફેરવાઇ ગયેલ હતું. શહેરની ૮૦ જેટલી સોસાયટીઓમાં કમરડુબ પાણી ભરાતા મેદ્યરાજાએ પાલિકાની કાગળ પર કરેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખોલી હતી. આજના ભારે વરસાદથી શહેરના ૨૫૦ જેટલા રહેણાંક મકાનોમાં ગટર અને વરસાદી પાણી ઘુસી જતા ૧૦૦૦ હજાર જેટલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને તંત્ર કયાંક બચાવની કામગીરી કરતું હોય તેવું બપોર સુઘી જોવા ન મળતા લોકોમાં રોષ પ્રવર્તેલ હતો. શહેરમાં પ્રવેશ દ્વાર ઉપર આવેલ દેવકા નદીમાં દ્યોડાપુર આવવાની સાથે ભારે વરસાદથી સોસાયટી સહીત બજારોમાં પાણી ભરાયેલ હોવાનું નજરે પડતું હતું તો બીજી તરફ દરીયામાં હાઇટાઇડ ના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા વિકટ પરિસ્થિતી સર્જાયેલ હતી.
શહેરમાં રેયોન હાઉસીંગ સોસાયટી, તાલાલા રોડ ઉપર આવેલ લદ્યુમતી સોસાયટીઓના ૨૫૦ જેટલા દ્યરોમાં પાણી ઘુસી જતા લોકોમાં મુશ્કેલીમાં મુકાયેલ હતા. આજના ભારે વરસાદથી શાળા-કોલેજો પણ બંઘ રહેલ હતી.
આ ઉપરાંત વેરાવળ શહેરના પ્રવેશ દ્વારે આવેલ દેવકા નદીમાં માળીયા હાટીના તાલુકાના જાખરીયા બંઘારો ઓવરફલો થઈ તેનું પાણી આવતા નદીએ રૌદ્ર સ્વરૂપ ઘારણ કરી વ્હેતી હોય તેનો નજારો જોવા શહેરીજનો મોટી સંખ્યામાં દેવકા નદી પુલ ઉપર પહોંચી ગયેલ હતા.
વેરાવળ પંથકમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જતા રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી કમરડુબ ભરાયેલ હોવાથી વાહન વ્યવહારને મુશ્કેલી પડેલ તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ ટાવરો બંઘ હોવાથી બી.એસ.એન.એલ. સહિતના નેટવર્ક બંઘ હોવાથી સંદેશ વ્યવહારમાં પણ મુશ્કેલી પડી રહેલ છે.
રેયોન હાઉસીંગના રહેવાસીઓએ જણાવેલ કે, છેલ્લા ૨૦ વર્ષથી વરસાદના સમયે ગટરના પાણી દ્યરમાં ઘુસી જવાથી દ્યરવખરીને નુકશાન થાય છે તેમજ સોમનાથ ટોકીઝ વિસ્તારના રહેવાસીઓએ જણાવેલ કે, અમોએ ફરિયાદ કરી હોવા છતાં નગરપાલિકા તંત્રએ કોઇ કામગીરી કરેલ ન હોવાથી અમારા વિસ્તારમાં પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિ નિમાર્ણ પામી છે.
વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ જણાવેલ કે, પાણીના નિકાસમાં અવરોધ રૂપ ત્રણ સ્થળોએ નગરપાલિકાના જેસીબી દ્વારા દબાણો હટાવી પાણીના પ્રવાહને વહેતો કરાયેલ હતો.
વેરાવળમાં ગઇ કાલે સોમવારે સાંજે છ થી આજે મંગળવારે સાંજે છ વાગ્યા (૨૪ કલાક) સુઘીમાં ૨૦૨ મી.મી. (આઠ ઇચ) વરસાદ પડેલ હોવાનું તંત્ર દ્વારા જણાવેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks