(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
પ્રણવ મુખરજીએ સાંજે ૭.૩૦ કલાકે રાષ્ટ્રપતિ તરીકે દેશને છેલ્લું સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના વિદાય સંબોધનમાં કહ્યું કે, હું પદમુક્ત થવાની પૂર્વ સંધ્યા પર મારા પ્રતિ વ્યક્ત કરાયેલ વિશ્વાસ અને ભરોસા માટે ભારતની જનતા, તેમના નિર્વાચિત પ્રતિનિધિઓ અને રાજનીતિક દળોના હાર્દિક આભારથી અભિભૂત છું. હું તેમની વિનમ્રતા અને પ્રેમથી સન્માનિત થયો છું. મેં દેશની જનતાને જેટલુ આપ્યું છે, તેના કરતા અધિક મેળવ્યું છે. તેથી ભારત અને લોકોનો સદૈવ ઋણી રહીશ. હું ભાવિ રાષ્ટ્રપતિ રામાનથ કોવિંદે શુભેચ્છા આપું છું. તેમણે કહ્યું કે, આપણા સંસ્થાપકોએ સંવિધાનને અપનાવવાની સાથે એવી પ્રબળ શક્તિઓને સક્રિય કરી છે, જેમણે આપણે લિંગ, જાતિ, સમુદાયની અસમાન બેડીઓ અને આપણને લાંબો સમય બાંધી રાખનારી શ્રૃંખલાઓથી મુક્ત કરી દીધી છે. આનાથી એક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પ્રેરણા મળી, જેથી ભારતીય સમાજને આધુનિકતાના રસ્તે અગ્રેસર બનાવ્યા છે. એક આધુનિક રાષ્ટ્રનું નિર્માણ કેટલાક આવશ્યક ત્તત્વો, પ્રત્યેક નાગરિક માટે લોકતંત્ર અથવા સમાન અધિકાર, પ્રત્યેક પંથ માટે નિરપેક્ષતા અથવા સમાન સ્વતંત્રતા, પ્રત્યેક પ્રાંતની સમાનતા અને આર્થિક ક્ષમતા પર હોય છે. વિકાસને વાસ્તવિક બનાવવા માટે દેશના સૌથી ગરીબને એ મહેસૂસ થવું જોઈએ, કે તે રાષ્ટ્રનો જ એક ભાગ છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, મારા જેવા નવા વ્યક્તિને ચીજ સમજવામાં અને નિર્ણય લેવામાં પ્રણવ મુખરજીની પ્રમુખ ભૂમિકા રહી છે. રાષ્ટ્રપતિની વાતો મારા માટે પથદર્શકનું કામ કરશે. રાષ્ટ્રપતિએ સરકારના દરેક નિર્ણયને વર્તમાનના સંદર્ભમાં રાખીને મૂલ્યાંકન કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પર લખાયેલી પુસ્તક “સિલેક્ટેડ સ્પીચીઝ”નું વિમોચન કર્યું હતું. આજે પ્રણવ મુખરજીના ટેન્યોરનો છેલ્લો દિવસ છે. રામાનાથ કોવિંદ આવતીકાલે ૨૫ જુલાઈના રોજ દેશના ૧૪ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રવિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં સાંસદોએ પ્રવણ મુખરજીને ફેરવેલ આપી હતી. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના સન્માનમાં હૈદરાબાદ હાઉસમાં ડિનર આપ્યું હતું.