વિદાય વેળાએ પ્રણવ મુખરજીએ ૭૨ કલાક અતિ વ્યસ્ત રહીને કામ કર્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
વિદાયમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ છેલ્લા ૭૨ કલાકમાં ઓછામાં ઓછા ૨૫ કાર્યક્રમોમાં હાજરી આપીને તેમની વ્યવસ્તાનો પરિચય આપ્યો છે જેમાં ત્રણ ઓપચારિક ડિનર પણ સામેલ છે. આ વાત સાક્ષી પૂરે છે કે ૮૨ વર્ષીય પ્રણવદાએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન અતિ વ્યસ્ત શિડ્યુઅલ જાળવી રાખ્યું છે. પ્રણવના માનમાં કેટલાક સત્તાવાર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં હૈદરાબાદ હાઉસમાં શનિવારે વડાપ્રધાન મોદીએ પ્રણવદાના માનમાં ભોજન પણ રાખ્યું હતું. રવિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં ટી પાર્ટી પણ રાખવામાં આવી હતી. મંત્રીઓ, ધારાસભ્યો અને રાજ્યોના સાંસદો સાથેની મુલાકાતથી આખો દિવસ વ્યસ્ત રહ્યો. રાષ્ટ્રપતિ કાર્યાલયના તમામ અધિકારીઓનો પણ કાર્યકાળ પૂરો થતો હોવાથી તેમને પણ વિદાય આપવામાં આવી હતી. હૈદરાબાદ હાઉસમાં ગોઠવવામાં આવેલા રાત્રીભોજન દરમિયાન બન્ને નેતાઓ કેટલીક આત્મિય પળોના સાક્ષી બન્યાં હતા. મોદીના રાત્રિભોજનમાં નવનિર્વાચીત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ખાસ હાજર રહ્યાં હતા. મોદીએ આ દરમિયાન મુખરજીને એક મોમેન્ટો ભએટમાં આપી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને સંસદના સેન્ટ્રલ હોલમાંથી વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહમાં મોદી, મંત્રીઓ, તથા બન્ને ગૃહનો સાંસદો હાજર રહ્યાં હતા. વિદાય સમારોહમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રવચન આપ્યું હતું. મુખરજીએ સંસદના સેન્ટ્રલ હોલમાં છેલ્લીવારના સાંસદોને સંબોધિત કર્યાં હતા. મુખરજી પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં રાષ્ટ્રપતિ પદની ગરિમાને ખૂબ ઊંચે લઈ ગયાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks