ડીસામાં મહિલાની છેડતી બાદ વીડિયો વાયરલ કરનાર ત્રણની ધરપકડ

ડીસા,તા.૬
ડીસામાં મહિલાની છેડતી બાદ વીડિયો વાયરલ કરનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્રણેય શખ્સોએ કારમાં જઈ રહેલી મહિલાને રોકીને તેની પાસે બીભત્સ માંગણી કરી હતી. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં મહિલા સાથે કારમાં હાજર રહેલા તેના સંબંધી પાસેથી ત્રણેય યુવકોએ પૈસા પણ પડાવી લીધાની ફરિયાદ કરવામાં આવી હતી.
બનાસકાંઠાના ડીસાના ટેટોડા ગામ ખાતે મહિલાની પજવણી કરીને તેનો વીડિયો વાયરલ કરવાના ગુનામાં ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાની ફરિયાદ મુજબ તે પોતાના એક સંબંધી સાથે મંદિરેથી પરત આવી રહી હતી ત્યારે ત્રણ યુવકોએ તેની પઝવણી કરતો વીડિયો બનાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.ફરિયાદ પ્રમાણે ધાનેરાના કુમાર ગામની ૨૪ વર્ષની મહિલા ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના પિતાના ઘરેથી જાવલ ખાતે પૂનમ ભરવા માટે મંદિર ગઈ હતી. ત્યાંથી તે પોતાના એક સંબંધી સાથે કારમાં પરત ફરી રહી હતી ત્યારે ઝેરડા ગામના ત્રણ યુવકોએ તેની કાર અટકાવી હતી કાર એકાંતની જગ્યાએ હંકારી જવાની ફરજ પાડી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks