નવી દિલ્હી, તા.ર૩
એરસેલ મેક્સિસ મામલે પૂર્વ નાણામંત્રી પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી આજે રાહત મળી છે. આ પહેલા પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી કોર્ટમાં આજે જામીન અરજી દાખલ કરી હતી. ત્યારબાદ પી.ચિદંબરમને ૭ ઓગસ્ટ સુધી પટિયાલા કોર્ટથી અંતરિમ રાહત મળી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે એમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને વ્યવસાયના ઉદ્દેશથી ૨૩ જુલાઇથી ૩૧ જુલાઇની વચ્ચે અમેરિકા, ફ્રાંસ અને લંડન જવાની પરવાનગી આપી દીધી છે. જણાવી દઇએ કે આ મામલે કાર્તિ ઉપરાંત ૧૬ લોકોના નામનો સમાવેશ થતો હતો. સૂત્રો પ્રમાણે એમાં કેટલાક રિટાયર્ડ અને સેવારત સરકારી અધિકારીઓના નામ સામેલ છે. સીબીઆઇની આ ચાર્જશીટ પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ ૩૧ જુલાઇએ સંજ્ઞાન લેશે. નોંધનીય છે તે પૂર્વ નાણા મંત્રી પી.ચિદંબરમ પર પદનો દુરુપયોગનો આરોપ છે. એમની પર એફડીઆઇ માટે નિયમોની અદેખાઇ કરીને એરસેલ મેક્સિસ કંપનીને લાભ પહોંચાડવાનો આરોપ છે. ડો કે આ કેસમાં ચિદંબરમને ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. ચિદંબરમ દરેક વખતે કહે છે એમને કોઇ અપરાધ કર્યો નથી. પ્રવર્તન નિદેશાલયે મે ૨૦૧૭માં કાર્તિ ચિદંબરમ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એમની પર આઇએનએક્સ મીડિયા લીમિટથી વધારે વિદેશી રોકાણ મેળવવા માટેની મદદ કરવાનો આરોપ છે. આ ૩૦૫ કરોડના વિદેશી રોકાણનો કેસ હતો અને જ્યારે આ રોકાણને મંજૂરી મળી, ત્યારે પી. ચિદંબરમ નાણામંત્રી હતી. કાર્તિ ચિદંબરમ પર આ ડીલ કરાવવા માટે લાંચનો આરોપ છે.