(એજન્સી) તા.રર
લખનૌ સ્થિત ર૭ વર્ષીય નકી અલીખાન અને કરાચીની ર૪ વર્ષીય સબાહત ફાતિમાના બે વર્ષ પહેલાં નિકાહ થવાના હતા પણ સીમા પર સ્થિત તનાવના કારણે ફાતિમાને વીઝા નહોતો મળી રહ્યો જેના પછી તેણીએ પાછલા વર્ષે જુલાઈમાં ટ્વીટરના માધ્યમથી સુષમા સ્વરાજ પાસેથી મદદની અપીલ કરી હતી.
ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ કયારેય લોકોની મદદ કરવાથી પાછળ નહીં આવતી. પછી ભલેને ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તનાવ વર્તાઈ રહ્યો હોય. પણ સુષમા સ્વરાજને કયારેય લોકોની મદદ કરવાના સંદર્ભે આ બાબતને રૂકાવટ બનવા નથી દીધી. એકવાર ફરીથી આ સમસ્યાઓને ધ્યાને ન લેતાં પાકિસ્તાની છોકરીની મદદ કરી છે. પાકિસ્તાની છોકરીના નિકાહમાં મહત્ત્વની ભૂમિકા ભજવેલ છે. હકીકતમાં લખનૌ સ્થિત ર૭ વર્ષીય નકી અલીખાન અને કરાચીની ર૪ વર્ષીય સબાહત ફાતિમાના બે વર્ષ પહેલાં નિકાહ થવાના હતા પણ બોર્ડર પર સ્થિત તનાવના કારણે ફાતિમાને વીઝા નહોતા મળી રહ્યા હતા. એના પછી તેણીએ પાછલા વર્ષે જુલાઈમાં ટ્વીટરના માધ્યમથી સુષમા સ્વરાજથી મદદ માંગી હતી. ફાતિમાની સમસ્યાઓને જોતા વિદેશ પ્રધાને મદદ માટે આગળ આવી અને વીઝા માટે જોઈતી મદદ પૂરી પાડી. ગયા શુક્રવારે નકી અને ફાતિમાના નિકાહ થયા અને શનિવારે રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નકી અલીખાનના ભાઈ મુઝફ્ફરે જણાવ્યું અમારા કુટુંબી એકબીજાને ઓળખે છે અને સંબંધીઓ પણ છીએ પણ ભાગલા થયાના સમયે અમારા કુટુંબો વિખુટા પડી ગયા હતા. દુલ્હાની દાદી અને દુલ્હનની નાની સગી બહેનો થાય છે અને ભાગલા થયાના સમય પહેલાં સુધી એક સાથે લખનૌમાં રહેતા હતા. જણાવી દઈએ કે, નિકાહ પછી હવે નકી અને ફાતિમા ઘણા ખુશ છે અને તે બન્ને સુષમાનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે. આ જોડીનું કહેવું છે કે, સુષમા સ્વરાજે અમને ઘણી કિંમતી ભેટ આપી છે. અમે તેમના ઘણા આભારી છીએ. અમને આશા છે કે, ભારત સરકાર થોડાક સમયમાં ફાતિમાને ભારતીય નાગરિકતા આપી દેશે.