કર્ણાટકમાં ભારતની પ્રથમ વોટ્‌સએપ ચૂંટણી યોજાઈ : વિદેશી મીડિયા

(એજન્સી) કર્ણાટક, તા.૧પ
અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટ મુજબ ભારતમાં ચૂંટણીઓ હવે વોટ્‌સએપ અને ફેસબુક પર લડીને જીતવામાં આવે છે. અત્યાર સુધી આ એપ્સનો કોલ, ચેટ અને માહિતીની આપ-લે માટે ઉપયોગ કરવામાં આવતો હતો. સોશિયલ એક્ટિવિસ્ટ અને ચૂંટણી વિશેષજ્ઞોનું માનવું છે કે, હવે આ માધ્યમનો ખોટી ખબરો અને ધાર્મિક ઉશ્કેરણીઓ ફેલાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. અહેવાલ મુજબ કર્ણાટકમાં હાઈ-પ્રોફાઈલ ચૂંટણીઓ કરાવવામાં આવી. આ ચૂંટણીને લોકસભા ચૂંટણીના પ્રથમ હપ્તા તરીકે લડવામાં આવી હતી. દેશના બે મોટા રાજકીય પક્ષોએ દાવો કર્યો હતો કે ર૦,૦૦૦થી વધુ વોટ્‌સએપ ગ્રુપ દ્વારા ૧પ લાખથી વધુ સમર્થકો સુધી સેકન્ડ માત્રમાં તેમના સંદેશાઓ પહોંચી શકે છે પરંતુ આમાંના કેટલાક ખોટા અને લાગણી ભડકાવનારા, રાજકીય વિરોધીઓના નિવેદનોને તોડીમરોડીને રજૂ કરતાં સંદેશાઓ હતા. આવા સંદેશાઓથી દેશમાં રહેતા હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને મુસ્લિમ લઘુમતી વચ્ચે તંગદિલી વધારવા પ્રયાસ કરવામાં આવ્યો. કથિત રીતે ભારતના પ્રથમ વોટ્‌સએપ ચૂંટણીમાં ફેસબુક પર એક સમયે લોકશાહીને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. સોશિયલ એક્ટિવિસ્ટનું માનવું છે કે, સમગ્ર દુનિયામાં ૯પ૦૦ કરોડ લોકો વોટ્‌સએપનો ઉપયોગ કરે છે. વોટ્‌સએપના સંદેશાઓ સંપૂર્ણ રીતે કોડેડ હોય છે જેને કંપનીના અધિકારીઓ પણ ખોલીને વાંચી શકતા નથી. જે લોકતંત્ર માટે મોટો પડકાર છે. હવે આ માધ્યમનો પોતાના વિરોધીઓને ગાળો ભાંડવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. ટેકનિક જાણકાર નિખિલ પાહવા માને છે કે, વોટ્‌સએપ પોતે પણ આ સમસ્યાનો ઉકેલ જાણતું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks