વિદેશમાંથી કાળું નાણું લાવી દેશના ગરીબોના ખાતામાં ૧પ લાખ જમા કરાવવા બદલ-આભાર નરેન્દ્રભાઈ

અમદાવાદ, તા.રર
“વિકાસ ગાંડો થયો છે”ની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ટીખળનો તોડ હજુ તો ભાજપ દ્વારા શોધી શકાયો નથી ત્યાં તો સોશિયલ મીડિયામાં “મારા હાળા છેતરી ગયા” અને “આભાર નરેન્દ્રભાઈ”ના મેસેજ વાયરલ થતા સોશિયલ મીડિયા થકી ચૂંટણીમાં જંગ જીતનાર ભાજપ માટે આ વખતે સોશિયલ મીડિયાની ટીખળો માથાના દુખાવા સમાન બની છે અને સાથે જ ભાજપ રઘવાયું થયું હોય તેવું રાજકીય પંડિતોમાં અંદરપાને ચર્ચાઈ રહ્યું છે. વાયરલ થયેલા કેટલાક મેસેજ.
‘વિકાસ ગાંડો થયો છે’ ના સુપર ડુપર હીટ પ્રતિસાદ બાદ હવે આવે છે સત્ય ઘટનાઓ પર આધારિત
“મારા હાળા છેતરી ગયા”
જે તમને કરેલા વાયદાઓ યાદ અપાવશે અને તમને હિપ્નોટીસમમાંથી બહાર લાવશે…
• પેટ્રોલમાં રૂપિયો વધે તો વિરોધ કરતાં-કરતાં, ૧૫ રૂપિયા વધારી ગયા..
“મારા હાળા છેતરી ગયા”
• નીતિનભાઈનું મોઢું બતાવીને, રૂપાણીને બેસાડી ગયા..
“મારા હાળા છેતરી ગયા”
• પહેલા GSTનો વિરોધ કરી, પોતે જ GST ઘુસાડી ગયા..
“મારા હાળા છેતરી ગયા”
• કડવા લેઉવા વચ્ચે સુમેળ કરીયે કહેતા-કહેતા, ૧૨ યુવાનો મારી ગયા..
“મારા હાળા છેતરી ગયા”
• હું તો ફકીર છું કહી-કહીને,
ગામ આખાને ફકીર બનાવી ગયા..
“મારા હાળા છેતરી ગયા”
• પ્રધાનમંત્રી બની ૧૨૫ કરોડ જનતા ઉપર ઉપકાર કરવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• “રાજા વેપારી અને પ્રજા ચોર” ઇતિહાસમાં આ તદ્દન નવી કહેવત આપી દાખલો બેસાડવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• ૩૮ મહિનાના આપના શાસનમાં ૩૧ વખત વિદેશ પ્રવાસ કરી ૪૯ દેશોની મુલાકાત લઇ ૬૦૦ કરોડનું પાણી કરી દેશની ગરીબ જનતાને દુનિયા બતાડવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• રસ્તા ઉપર ગાયો ભેંસો બકરાઓને ચરાવવાની છૂટ આપી વાહનચાલકોને જંગલની અનુભૂતિ કરાવવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• તમારી યાદ કાયમ આવે તે માટે તમે ઝભ્ભા ઉપર જેવા કલરની કોટી પહેરો છો તેવા જ કલરની નોટો આપવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• કચ્છમાં આપના ચેલાઓએ કરેલ લીલામાં ભીનું સંકેલી બેટી બચાઓનો નારો લગાવવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• વિદેશોમાંથી કાળું ધન લાવી દેશના ગરીબોના ખાતામાં ૧૫-૧૫ લાખ જમા કરાવવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• નોટબંધી, અચાનક તૈયારી વગરના ય્જી્‌ જેવા તઘલખી તુક્કાઓનો અમલ કરી દેશના અર્થતંત્રને ચુનો ચોપડવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”
• અર્થશાસ્ત્રીને કાઢી મુકી વકીલના હાથમાં દેશનું અર્થતંત્ર મુકવા બદલ
“આભાર નરેન્દ્રભાઇ”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks