વિધાનસભા ચૂંટણી ગુજરાત ૨૦૧૭ : મતદારોના રૂબરૂ સંપર્ક માટે ભાજપનું જંગી અભિયાન

(એજન્સી) રાજકોટ,તા.૩૧
બીજેપી ૭ નવે.થી શરૂ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રત્યેક મતદારનો ઘર આંગણે સંપર્ક કરવાની ત્રણ તબક્કાની જંગી કવાયતનું આયોજન કરી રહ્યો છે. ૭ નવે.થી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સૌરાષ્ટ્રના પ્રવાસનો આરંભ થશે. ભાજપના કાર્યકરો ૯ ડિસે.પહેલા કચ્છ અને સૌરાષ્ટ્ર બંને પ્રદેશોમાં પ્રત્યેક ઘરની ત્રણ વખત મુલાકાત લેનાર છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં પ્રથમ તબક્કાનું ૯ ડિસે.ના રોજ મતદાન યોજાનારા છે. સૌરાષ્ટ્ર અને કચ્છની ૫૪ બેઠકો પૈકી હાલ ભાજપના ભાથામાં વિધાનસભાની ૩૯ બેઠકો છે. પક્ષના જામનગર પ્રભારી ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે અમારા કાર્યકરો ૭ નવે.થી ડોર ટુ ડોર કેમ્પેન શરૂ કરશે જે ૧૩ નવે. સુધી ચાલુ રહેશે. કાર્યકરો સૌરાષ્ટ્ર અને કચ્છના ૧.૫ કરોડ મતદારો સુધી પહોંચ બનાવવા માટે ૪૦થી ૪૫ લાખ ઘરોની મુલાકાત લેશે. રાજકોટમાં પક્ષના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે અમે પ્રત્યેક મતદારનો વ્યક્તિગત સંપર્ક કરવા ફરી વળીશું.પક્ષના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાર્યકરો પ્રથમ તબક્કામાં પ્રત્યેક ઘરે કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રજાલક્ષી યોજનાઓની વિગતો આપતી પત્રિકાઓનું વિતરણ કરશે. આ માટે અમદાવાદમાં પત્રિકાના વિષયવસ્તુ અને ડિઝાઇન પર એક ખાસ ટીમ કામ કરી રહી છે એવું ભંડેરીએ જણાવ્યું હતું. વ્યક્તિગત મુલાકાતનો બીજો દૌર પક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત થયા બાદ શરૂ થશે. બીજા દૌરમાં કાર્યકરો ઉમેદવારોના પરીચય આપતા સાહિત્યનું વિતરણ કરશે. જ્યારે ચૂંટણીના પાંચ દિવસ પૂર્વે ભાજપ ત્રીજા તબક્કામાં મતદારોને બુથ અને મતદાર નંબરની માહિતી સુપરત કરશે. સાથે સાથે ભાજપના પ્રમુખ અમિત શાહની હોદ્દેદારો સાથે બેઠક અને ઘરે ઘરે ફરીને ઝુંબેશ બંને સાથે ચાલશે. અમિત શાહ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ રહેવાના છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks