બાકી લેણાં ચૂકવવા પૂરતો પ્રયાસ કરીશ પરંતુ જો રાજકારણ પ્રેરિત પરિબળો દખલગીરી કરશે તો કંઈ કરી શકું નહીં : વિજય માલ્યા

(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૭
લોન ડિફોલ્ટર વિજય માલ્યાએ બુધવારે ટ્‌વીટર પર જાહેરાત કરી કે તેઓ બેંકોની તમામ બાકી લોનની લેણાની રકમ ચૂકવી દેવા પ્રયાસ કરશે પરંતુ તેઓ રાજકીય પ્રેરિત દખલગીરીના કારણે આ કામ કરી શકતા નથી. માલ્યાએ માહિતી આપી હતી કે તેઓ અને યુનાઈટેડ બ્રેવરીઝ ગ્રુપ (વીબીએચઆઈ)એ કર્ણાટક હાઈકોર્ટમાં રર જૂન ૧૮ના રોજ તેમની ૧૩૯૦૦ કરોડની મિલકતો સામે બાકી લેણાં ચૂકવી દેવા માટે અરજી દાખલ કરી છે. કોર્ટ પાસે તેમની મિલકતો વેચવા મંજૂરી માંગી છે જેથી તમામ બાકી લેણા ચૂકવી શકાય. મંગળવારે માલ્યાએ વડાપ્રધાન મોદીને લખેલ પત્ર જાહેર કર્યો હતો. ર૦૧૬માં માલ્યા બ્રિટન છટકી ગયા હતા. ૯ હજાર કરોડના બેંકના લેણાની રકમ પરત મેળવવા ભારત સરકારે તેના પ્રત્યારોપણ માટે પ્રયાસ કર્યા છે. માલ્યાની ર૦૧૭માં પ્રત્યારોપણ વોરંટના આધારે ધરપકડ કરાઈ હતી. માલ્યાએ કહ્યું કે તેમને બેંક ડિફોલ્ટરોના પોસ્ટરબોય બનાવી લોકોના ગુસ્સાનો ભોગ બનાવાયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks